-ને બાંભડાઇ ગામ 20 કલાક બન્યું સંપર્ક વિહોણું

કાઠડા (તા. માંડવી), તા. 16 : શનિવારે મધ્યરાત્રિથી શરૂ?થયેલા વરસાદના લીધે તાલુકાના અંતરિયાળ બાંભડાઇ અને માપર વચ્ચે આવેલી પાપડી તૂટી પડતાં બાંભડાઇ ગામ વીસ કલાક સુધી સંપર્ક વિહોણું બન્યું હતું. તો બીજી તરફ બાડા અને જનકપુર વચ્ચે પાપડી તૂટતાં આ ગામ વચ્ચે પણ વાહનોની અવર-જવર બંધ થઇ હતી. માપરના માજી સરપંચ માવજીભાઇ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, શનિવારે શરૂ થયેલા વરસાદના લીધે આ પાપડીમાં પૂરજોશથી પાણી આવતાં તૂટી પડી હતી અને બાંભડાઇ માપરની અવર-જવર બંધ થઇ ગઇ હતી અને લગભગ વીસેક કલાક સુધી બાંભડાઇ ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું. બનાવની જાણ થતાં ગ્રામનો મોટી સંખ્યામાં પાપડી જોવા ઊમટી  પડયા હતા. આજે તંત્રની ટીમે મુલાકાત લઇ વહેલીતકે નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. બીજી તરફ બાડા અને જનકપુર વચ્ચેની પાપડી પણ તૂટી ગઇ હતી. જેના લીધે વાહનોની અવર-જવર બંધ થઇ ગઇ હતી.  પરંતુ પાણી ઘટતાં લોકો પસાર થવા લાગ્યા હતા.   

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer