કચ્છમાં વરસાદને પગલે મુંબઇમાં આનંદ : આજે પેંડાનું વિતરણ
મુંબઇ, તા. 16 (અમારા પ્રતિનિધિ દ્વારા) : કચ્છમાં ચારેકોર સારો વરસાદ વરસતાં અહીં વસતા કચ્છીઓ આનંદિત થઇ ગયા છે. સોશિયલ મીડિયા પર કચ્છના અનેક ગામોના ફોટા સાથેના ખુશખબર દર્શાવાઇ રહ્યા છે. મુલુંડ, ઘાટકોપર, મસ્જિદબંદર, ડોમ્બીવલી, નવી મુંબઇ વગેરે વિસ્તારોમાં કચ્છીઓ સારી સંખ્યામાં વસવાટ કરે છે ત્યાં ખુશીનો માહોલ ઊભો થયો છે. તો નવી મુંબઇની એપીએમસી બજારમાં સોમવાર તા. 17/7ના પેંડા અને સાટા વહેચવામાં આવશે. નવી મુંબઇ કોમોડિટીઝ બ્રોકર્સ એન્ડ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિયેશન અને કચ્છ એકતા પરિષદ દ્વારા મસાલા માર્કેટમાં સોમવારે 3.30 વાગ્યે લક્ષ્મીનારાયણ મંદિરમાં 251 નાળિયેરની મહાપૂજા કરાશે. ત્યારબાદ પેંડા-સાટા અને કચ્છી વાનગીઓની લહાણી કરાશે એમ પ્રમુખ અરૂણભાઇ ભીંડેએ જણાવ્યું હતું.