ભચાઉ અને રાપર તાલુકાની સ્વાઈન ફ્લુ અંગે બેઠક યોજાઈ
ભચાઉ, તા. 16 : અહીંની ભચાઉ અને રાપર તાલુકાકક્ષાના અધિકારીઓની સંચારી રોગ સંકલન સમિતિની સ્વાઈન ફ્લુ જનજાગૃતિ, મેલેરિયા નાબૂદી ગુજરાત 2022 અંતર્ગત બેઠક યોજાઈ હતી. પ્રાંત અધિકારી શ્રી ગઢવીએ સંચારી રોગો, સ્વાઈન ફ્લુ જનજાગૃતિ, મેલેરિયા નાબૂદી ગુજરાત 2022ના મહત્ત્વના કાર્યમાં આંતર ખાતાંકીય સંકલન અનિવાર્ય હોવાનું જણાવી જુદા-જુદા વિભાગોને પરસ્પર સાંકળી લેવા શ્રેણીબદ્ધ પગલાંઓનો ખ્યાલ આપી સમીક્ષા કરી નિયત વિભાગોની નક્કી કરાયેલી ભૂમિકા, જવાબદારી સોંપણી, નિયમિત દેખરેખ વગેરે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ભચાઉના ડો. એ.કે. સિંઘ, રાપરના?ડો. દિનેશ સુતરિયાએ પણ જનજાગૃતિ અને અટકાયતી પગલાંઓ અંગે માહિતી આપી હતી. રાપર-ભચાઉના મામલતદાર, તા.વિ. અધિકારી મુખ્ય અધિકારી, સી.ડી.પી.ઓ. ખેતીવાડી, પશુપાલન વિભાગના અધિકારીઓ, એસ.ટી. ડેપો મેનેજર વગેરે  રહ્યા હતા.