સામખિયાળીમાં બે ટ્રક વચ્ચે ચગદાઇ જતાં યુવાનનું મોત
ગાંધીધામ, તા. 16 : ભચાઉ તાલુકાના સામખિયાળીમાં રેલવે મથક સામે બે ટ્રકો વચ્ચે દબાઇ જતાં નંદાસરના સુમરાજી ખેતાજી સમા (ઉ.વ.35) નામના  યુવાનનું મોત થયું હતું. સામખિયાળીના રેલવે મથક સામે માર્ગ ઉપર ટ્રક નંબર જી.જે. 12 બી.ટી.-8017નો ક્લીનર એવા હતભાગી સુમરાજી પોતાના ટ્રક પાછળ ઊભો હતો, દરમ્યાન આજે સવારે અન્ય ટ્રક નંબર જી.જે. 12 એ.યુ.-5283ના ચાલકે અચાનક પોતાની ટ્રક રિવર્સમાં લેતાં આ યુવાન ક્લીનર બે ટ્રક વચ્ચે ચગદાઇ ગયો હતો. જેમાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતાં તેનું મોત?થયું હતું. આ બનાવ અંગે યુવાનના પિતા ખેતાજી તમાચી સમાએ  પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.