નવાનગરમાં ધારિયા વડે હુમલામાં યુવાનને ઇજા
ભુજ, તા. 16 : નખત્રાણાના નવાનગર ખાતે ધારીયા વડે થયેલા હુમલામાં આ વિસ્તારમાં રહેતા ઇકબાલ જુશબ ખલીફા (ઉ.વ.19)ને માથામાં ઇજા થઇ હતી. નવાનગર વિસ્તારમાં આશાપુરા મંદિર પાસે બનેલી આ ઘટના બાબતે ભોગ બનનાર યુવકે આ જ વિસ્તારમાં રહેતા કાસુ સંઘાર સામે ફરિયાદ લખાવી હતી. નખત્રાણા પોલીસના જણાવ્યા અનુસાર ઇકબાલ તેના પિતાના ઘર તરફ જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની બાઇક બંધ થઇ જતાં તું અહીં કેમ ઊભો છે તેવું કહી આરોપીએ ધારિયા વડે આ હુમલો કર્યો હતો તેમ પોલીસ ફરિયાદમાં લખાવાયું છે.