ડગાળામાં સગીર કન્યાની છેડતી વિશે ફોજદારી દાખલ
ભુજ, તા. 16 : તાલુકાના ડગાળા ગામે સગીર વયની કન્યાની છેડતી કરવાના મામલે ગામના જ વિક્રમ ગોપાલ વરચંદ સામે ગુનો દાખલ કરાવાયો હતો.  પોલીસ સાધનોએ કન્યાની માતાએ લખાવેલી ફરિયાદને ટાંકી જણાવ્યું હતું કે આરોપી દ્વારા બે વર્ષ પહેલાં ભોગ બનનારી કન્યા ટયુશન જતી હતી ત્યારે તેની છેડતી કરાઇ હતી. આ પછી હાલે ફરીથી તેણે આવી જ હરકત કરી હતી. આ ઉપરાંત કન્યાના મોબાઇલ ફોન ઉપર અલગ અલગ મેસેજ છોડીને તેની પજવણી પણ આરોપીએ કરી હતી. પદ્ધર પોલીસે આરોપી સામે છેડતી અને પોકસો ધારા તળે ગુનો દાખલ કર્યો હતો. ભુજ વિભાગના સર્કલ પોલીસ ઇન્સ્પેકટર દ્વારા કેસની તપાસ હાથ ધરાઇ છે.