મુંબઇમાં `લાયજા આઇડલ'' નામનો કાર્યક્રમ યોજાયો

મુંબઇમાં `લાયજા આઇડલ''  નામનો કાર્યક્રમ યોજાયો
મુંબઈ, તા. 16 :   લાયજા જૈન સોશ્યલ ગ્રુપના ઉપક્રમે ઝવેરબેન પોપટલાલ સભાગૃહ, ઘાટકોપર, ખાતે `લાયજા આઈડલ' સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમના મહેમાનો મુખ્ય અતિથિ પદ્મશ્રી આણંદજી વીરજી શાહ અતિથિ વિશેષ તરીકે સુદેશ ભોસલે, આર.એસ. મણિ, શ્રીરામ ઐયર, પોમલ શાહ અને ભારતી (ગડા) સાવલાએ હાજરી આપી હતી. પ્રશાંત રાવ, રાજેન્દ્ર પાલા અને ભાવના ગડાએ નિર્ણાયકોની જવાબદારી સંભાળી 19 કલાકારોમાંથી મિથિલ કૌશિક ગોવિંદજી શાહને વિજેતા `લાયજા આયડલ' તરીકે જાહેર કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન રીટા પ્રીતેશ હરિયા અને સંચાલન વિપુલ સામાણીએ સંભાળ્યું હતું. `લાયજા આયડલ' અને ગ્રુપ પ્રમાણે દરેક પ્રથમ આવનારને  માતા ભાનુમતીબેન ગોવિંદજી શિવજી શાહ હસ્તે સીમા કૌશિક શાહ તરફથી ઇનામ અપાયાં હતાં. તેમજ પ્રથમ આવનાર `લાયજા આયડલ' ને મે. મરક્યુરી એરકન્ડિશનર તરફથી એરકન્ડિશનર ભેટ અપાયું હતું. પ્રમુખ સુનીલભાઈ સાંઇયાએ સહયોગ આપ્યો હતો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer