ભુજમાં રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા કલેક્ટર હસ્તક્ષેપ કરે

ભુજમાં રખડતા ઢોરની સમસ્યા ઉકેલવા કલેક્ટર હસ્તક્ષેપ કરે
ભુજ, તા. 16 : નગરપાલિકા  શહેરમાં જુદા જુદા કાર્યોમાં કોન્ટ્રેક્ટ એજન્સીઓ મારફતે કરાવે છે. રસ્તાના થયેલા કામો વરસાદમાં ધોવાઇ જવાનું-ખાડા પડી જવાના બનાવો તો સાધારણ છે, પરંતુ ગંદકી અને એઠવાડની વચ્ચે ખુલ્લું ખેતર હોય તેમ માલિકો ગૌવંશોને રેઢા મૂકી દેતા હોય છે. પરિણામે લોકોને ઘણી વખત નાની-મોટી ઇજા અને ઘણી વખત મૃત્યુ પણ થયાના દાખલા નોંધાયા છે. આ અંગે ભુજના વરિષ્ઠ ધારાશાત્રી રત્નાકરભાઇ ધોળકિયાએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલાં જ અદાણી મેડિકલ અને હોસ્પિટલના પેથોલોજી લેબોરેટરીમાં કામ કરતા ગુંજનબેન ફરજ ઉપરથી ઘેર જતા સમયે  મંગલમથી થોડે આગળ ગાયો ભડકતાં તે બહેન પછડાઇને પડી ગયા. સદ્ભાગ્યે જાન બચી ગઇ, પરંતુ હાડકાંની મોટી ઇજા થઇ અને ખાનગી દવાખાનામાં મોટો ખર્ચ કરી ફરજિયાત રજામાં ઉતરવું પડયું. ઉપરાંત ફરી ફ્રેકચર થયેલા ભાગને ઇજા પહોંચે નહીં તેવી કાળજી પણ સતત લેવી પડશે. ખર્ચ, પીડા અને પરિવારની પરિસ્થિતિ સર્જનારા આ બનાવના જવાબદાર નગરપાલિકા કે પોલીસ  તેવો સવાલ પણ ઉઠે છે.ખરેખર તો રાજકોટ મહાનગરપાલિકાએ રખડતા ઢોરોને પકડી ઢોરવાડામાં બાંધી નાખે છે અને માલિક જ્યારે છોડાવવા આવે છે ત્યારે  રૂા. 5000 દંડ અને દરેક દિવસનો ખર્ચ વિ.ની રકમ લીધા બાદ જ છોડે છે. જેના કારણે આવા બનાવો પર નિયંત્રણ આવ્યું છે. ભુજ સુધરાઇ એવું આયોજન કેમ નથી વિચારતી ? 46 એક્ટની કલમ  તળે કલેક્ટર સુધરાઇના કાર્યમાં હસ્તક્ષેપ કરી શકે છે. તો આ પરિસ્થિતિ નિવારવા પણ?પ્રયાસ કરે તે જરૂરી છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer