ગાંધીધામમાં બેંક દ્વારા 193 દેશોની ચલણી નોટોનું પ્રદર્શન યોજાયું

ગાંધીધામ, તા. 16 : શહેરની ટી.જે.એસ.બી. સહકારી બેંક લી. દ્વારા વિશ્વના 193 દેશોની ચલણી નોટોનું પ્રદર્શન યોજાયું હતું. 1800 જેટલા લોકોએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. ટી.જે.એસ.બી. બેંક હંમેશા સામાજિક જવાબદારીના ભાગરૂપે જાહેર જનતાને લાભ થાય તે માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે. ત્યારે આજે આયોજિત આ કાર્યક્રમમાં પણ બેંકે પોતાની જવાબદારી નિભાવી છે તેવી લાગણી આ વેળાએ વ્યક્ત કરવામાં આવી હતી. આજના વિદ્યાર્થીઓ તથા યુવાનો મોબાઇલ, ટી.વી. ગેઇમ, મોલમાં હરવા ફરવા, આનંદ પ્રમોદની પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રહી અમૂલ્ય સમય વેડફી નાખતાં હોય છે. ત્યારે આવા કાર્યક્રમો તેમને જ્ઞાનમાં વધારો કરવામાં મદદરૂપ થતાં હોય છે. આ પ્રદર્શનમાં વેસ્ટ ઇન્ડિઝ ગયાના પ્રદેશના સ્ટેમ્પ ઉપર ભગવાન કૃષ્ણ રંગપંચમી, ઇન્ડોનેશિયાની ચલણી નોટ ઉપર ગણપતિનું ચિત્ર, ઇટલી, ન્યુઝીલેન્ડ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, બ્રિટીશ, ઝિમ્બાબ્વેની સો ટ્રિલીયન ડોલરની ચલણી નોટ, છત્રપતિ શિવાજી, અકબર, ઔરંગઝેબના શાસનકાળ દરમ્યાન પ્રચલિત તે સહિત 193 દેશોની ચલણી નોટોના આ પ્રદર્શનમાં મદનલાલ નાહટા, અરવિંદ ઠક્કર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમની વ્યવસ્થા બેંકના વિનોદ સંગતાણી અને તેમની ટીમએ કરી હતી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer