ગાંધીધામમાં કચ્છી ભાનુશાલી સમાજના 260 વિદ્યાર્થીનું કરાયું સન્માન
ગાંધીધામમાં કચ્છી ભાનુશાલી સમાજના 260 વિદ્યાર્થીનું કરાયું સન્માન ગાંધીધામ, તા. 16 : અહીંના કચ્છી ભાનુશાલી મહાજન દ્વારા આષાઢી બીજની ઉજવણી અંતર્ગત સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. જેમાં 260 તેજસ્વી તારલાઓને બિરદાવવામાં આવ્યા હતા. પ્રારંભમાં જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રમતગમત સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જેમાં વિજેતાઓને શિલ્ડ અપાયા હતા.  સરસ્વતી સન્માન સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરાયું હતું. ત્યારબાદ જ્ઞાતિના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરાયું હતું. સાંજના મહાપ્રસાદના દાતા તરીકે દીપકભાઇ કરમશીભાઇએ યોગદાન આપ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે યુવા સર્કલ, મહિલા મંડળ, સખી ગ્રુપ તથા મહાજનના સભ્યોનો સહકાર રહ્યો હતો.