ભચાઉમાં વડાપ્રધાનને આવકારવા તડામાર તૈયારીઓ
ભચાઉ, તા. 19 : આગામી 22મીએ નર્મદા મૈયાનાં વધામણાં કરવા કચ્છ આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા જાણે ભચાઉ વિસ્તાર થનગની રહ્યું હોય તેમ છેલ્લા દસેક દિવસથી સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને ભાજપના કાર્યકરોએ ધામા નાખીને તૈયારીઓ આરંભતાં લોધેશ્વર-ભચાઉ પંથક ધમધમી ઊઠયો હતો.  આ તૈયારીઓના ભાગરૂપે વીજતંત્ર દ્વારા એકાદ કિલોમીટર લાંબી નવી વીજલાઇનો, મોટા ડી.જી. સેટ લગાવાયા છે. તો વડાપ્રધાન માટે બનાવાયેલા હેલિપેડથી ડોમ સુધી નવો પાકો ડામરનો રોડ બનાવાયો છે. આ વિશાળ ડોમમાં હજારો લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઇ?છે તો ડોમ બહાર મોટા મોટા એલ.ઇ.ડી. ક્રીન મુકાયા છે.  છેલ્લા દશ દિવસથી વિદ્યુત ખાતાના અધિ.-કર્મી, મજૂરો રાત-દિવસ કામે લાગ્યા છે. કોન્ટ્રાક્ટર સાથે રહીને જ્યાં કાર્યક્રમ યોજાવાનો છે ત્યાં સુધી જૂના વાયરો બદલી મરંમત કરી એક કિલોમીટરથી વધુ વીજતાર ખેંચી, ટ્રાન્સફોર્મર 200 કે.વી.એ.ના જેમાં ચાર ડોમ માટે અને ચાર સ્ટેજ કાર્યક્રમ માટે જેમાં એક વડાપ્રધાનના હેલિપેડ માટે 100 કે.વી.એ.નું જ્યારે બે મુખ્યમંત્રીના હેલિપેડ માટે 63 કે.વી.એ., જ્યારે સ્ટેજ કાર્યક્રમ માટે 2 ડી.જી. સેટ 6ાા અને 2ાા કે.વી.એ.ના તથા ડોમ માટે 2ાા કે.વી.એ.ના 2 ડી.જી. સેટ મુકાયા છે. આ વ્યવસ્થા અંજારના અધીક્ષક ઇજનેર ડી.બી. કોડીઆતક તથા ભચાઉના કાર્યપાલક ઇજનેર જે.વાય. રાવ તથા એડિશનલ ચીફ?ઇજનેર ભુજ પી.આર. વ્યારા અને સ્ટાફે આજે આ સેવાને આખરી ઓપ આપ્યો હતો.  જ્યારે વિશાળ ડોમ રંગબેરંગી જાજમ સાથે સમથળ જમીનમાં 100 મીટર પહોળા અને 300 મીટર લંબાઇના તૈયાર કરાયા છે જેમાં 1000 જેટલા વી.વી.આઇ.પી., 2000 જેટલા વી.આઇ.પી. મહેમાનોને બેસવા સોફા મુકાયા છે તથા 50 હજારથી વધુ ખુરશી કતારમાં મુકાઇ છે. તો રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ?કચેરીના ઉચ્ચ અધિકારી કર્મચારી, 200થી વધુ (કવરેજ માટે) પત્રકારોની ટેબલ-ખુરશી મુકાઇ?છે. ઉપરાંત સ્ટેજની બહાર ખુલ્લામાં ઊભીને હજાર લોકો સાંભળી શકે તે માટેની  સેવામાં એલ.ઇ.ડી. સેટ?કતારબંધ?મુકાયા છે જેથી મંડપમાં જવા ધક્કામુક્કી ન સર્જાય. સ્ટેજ ઉપર પૂરતી હવા ઉજાસ સહિતની આધુનિક સેવા ઉપલબ્ધ કરાઇ?છે.  હેલિપેડથી કાર્યક્રમ સ્થળનો પાકો ડામરનો માર્ગ બનાવાયો છે. પી.ડબલ્યુ.ડી.ના કાર્યપાલક ઇજનેર કે. પી. રાવ સાથે ગાંધીનગર-ભુજ-ભચાઉના અધિકારી-કર્મચારી કામને આખરી ઓપ આપી શું ખૂટે છે તે સલાહ-સૂચન મુજબ પૂર્તતા કરવા કામે લાગ્યા છે.  આ સ્થળે 10થી વધુ લાયબંબા પાણીના સ્ટેજ સાથે ગોઠવાઇ?ગયા છે.  સુરક્ષાવ્યવસ્થા માટે આઇ.જી., બે ડી.આઇ.જી. અને ત્રણ એસ.પી. પૂર્વ કચ્છ?ભાવનાબેન પટેલ, પશ્ચિમ કચ્છ મકરંદ ચૌહાણ તેમજ વડોદરાના શ્રી ધોળકિયા નાનામાં નાની ઝીણવટભરી વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે. તો ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ટેલિજન્સના એસ.પી. ઇન્ચાર્જ જે. વી. ઝાલા, ડીવાય. એસ.પી. જે. બી. ગઢવી, આઇ.બી. ભુજ નીચેનો સ્ટાફ તેમના વિભાગનું કાર્ય કરી રહ્યા છે.  નગરપાલિકાના રાજ્યના નિયામક પી. કે. બારહટ?(અગાઉ ભચાઉના ચીફ ઓફિસર), નર્મદાના ચેરમેન કમ મેનેજિંગ ડાયરેક્ટર એસ.એસ. રાઠોડ?(ગાંધીનગર)ની સાથે શ્રીનિવાસ?(અધીક્ષક ઇજનેર નર્મદા-ગાંધીધામ) વગેરેએ આજે બપોર સુધી તમામ ખાતાના ઉચ્ચ અફસરોએ કામગીરી નિહાળી પૂર્તતા માટે સૂચનોની આપ-લે કરી અધૂરાશો પૂર્ણમાં લાગ્યા હતા.  સખત ગરમી, લૂ, ઊકળાટના તાપમાં પવનની ડમરી વચ્ચે કેનાલ રોડ માટે કાર્યરત તોતિંગ જેસીબી, સરકારી બાબુઓની ગાડીઓની અવરજવરથી સખત ધૂળની ડમરી ઊડતી રહે છે. આવી સ્થિતિમાં સેંકડો અધિકારી, કર્મચારી, મજૂરો, વિવિધ?ક્ષેત્રના કારીગરો નિષ્ઠાપૂર્વક 18 કલાક કામ કરી રહ્યા છે.  સરકારી, ખાનગી શાળાઓ, મંદિરોના વિશ્રાંતિગૃહો, ગણીગાંઠી ધંધાદારી હોટલો બુક થઇ ગઇ?છે.  વૈશાખ વદ-13 આહીરોના એકસામટા સેંકડો લગ્ન સાથે અન્ય સમાજના લગ્નો વિવિધ પ્રસંગો  ઉનાળુ રજા, મુંબઇગરાની હાજરી અને વડાપ્રધાનના કાર્યક્રમને લઇ ભચાઉ શહેર અને હાઇવેના ગામડાં ગાજી રહ્યાં છે. બજારોમાં ખાણી-પીણી, ઠંડાંપીણાંના ધંધાર્થીઓને તડાકો પડી ગયો છે.  તલાટી, મધ્યાહ્ન ભોજન સંચાલક, આરોગ્ય કર્મચારી સહિત વડાપ્રધાનના કાર્યક્રમ માટે આગોતરી સેવામાં વ્યસ્ત છે. વાગડવાસી મુંબઇ સહિતના માદરે વતન આવવા તૈયારી કરી રહ્યા છે.  ભાજપના પદાધિકારીઓ સખત લૂ વચ્ચે પ્રસંગ કેમ દૈદિપ્યમાન બને તે માટે ખડેપગે સેવા કરતા હોવાનું જિલ્લા ભાજપના મંત્રી કુ. ધરતીબેન, જે. કે. દરજીએ જણાવ્યું હતું.  ભચાઉ નગરપાલિકા તરફથી 40 મજૂર, 3 જે.સી.બી., 1 લોડર, 9 ટ્રેક્ટર અને સુધરાઇ પદાધિકારી-કર્મચારીની હાજરી અંતર્ગત સમગ્ર ભચાઉમાં જાહેરમાર્ગોમાં સફાઇ, એલ શેપ રોડ, દુધઇ જી.ઇ.બી. રોડ, મુખ્ય પ્રવેશદ્વાર, ટાઉનહોલ, લાયબ્રેરી, નગરપાલિકા કચેરીને શણગારવામાં આવી છે. 50 એલ.ઇ.ડી. નવી નખાતાં વિકાસપથ?ઝળહળી ઊઠયો છે. પ્રમુખ ઊર્મિલાબેન કાવત્રા, ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા, કાઉન્સિલર ભરતભાઇ કાવત્રા, ચીફ ઓફિસર શ્રી સંઘવી, ઇજનેર શ્રી ઝાલા આ ગામની સફાઇ, સુઘડતા, રોશની-બેનર સહિતના કામમાં લાગ્યા છે.