ગાંધીધામના સેક્ટર-5માં બગીચા માટે જમીન ફાળવવા માગણી

ગાંધીધામ, તા. 19 : સંકુલના સેક્ટર નં. 5 વિસ્તારમાં બગીચાની જગ્યા ફાળવવા તથા બગીચા બનાવવા માટે સર્વોદય કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ.એ કે.પી.ટી., નગરપાલિકા, જી.ડી.એ. સહિતના સંબંધિત તંત્રોને રજૂઆત કરી હતી.  સર્વોદય કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ.એ સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લા 57 વર્ષથી લોકો વસવાટ?કરી રહ્યા છે પરંતુ આ જગ્યાએ બાળકો, વડીલો માટે બગીચાની વ્યવસ્થા જ નથી.  વધુમાં જણાવ્યું હતું કે, સેક્ટર-5ના પ્લોટ નં. 362થી 383 સામે તથા પ્લોટ નં. 327થી 361ની સામે ત્રિકોણ મેદાનની જમીન છે તેમજ પ્લોટ?નં. 40થી 54ની સામેની બાજુએ પણ મેદાન આવેલું છે. આ બે પૈકી એક સ્થળે અથવા અન્ય જગ્યાએ બગીચાનું નિર્માણ કરવામાં આવે એવી માંગ કરાઇ હતી. પ્રશાસનને આ પ્રશ્ને યોગ્ય નિર્ણય લેવાની પત્રમાં અપીલ કરાઇ હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer