વડાપ્રધાનના ભચાઉ અને કંડલાના કાર્યક્રમ અન્વયે ટ્રાફિક નિયમન માટે જાહેરનામાં જારી

ભુજ, 19 : આગામી તા. 22-5ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભચાઉ ખાતે નર્મદા કેનાલના સમ્પના ઉદ્ઘાટન અને જાહેરસભાના કાર્યક્રમમાં આવશે. વડાપ્રધાન ઝેડ પ્લસ તથા એસ.પી.જી. સુરક્ષા કવચ ધરાવે છે. જે જાહેરસભાના કાર્યક્રમમાં આશરે એક લાખ જેટલી માનવ મેદની એકત્રિત થવાની શકયતા રહેલી છે. જે કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિક નિયમ જળવાઇ રહે તે માટે ભચાઉથી ભુજ તરફ જતા હાઇવે રોડ પર આવેલ આમરડી ગામ સુધીના હાઇવે અને લોધેશ્વર ત્રણ રસ્તા  (ભચાઉ)થી મેઘપર સુધીના હાઇવે રોડથી સભામાં આવતાં વાહનો સરકારી ફરજમાં રોકાયેલ વાહનો સિવાય અન્ય વાહનો માટે તા. 22મી મે-2017ના સવારે 10 કલાકથી 19 કલાક દરમ્યાન પ્રતિબંધ લદાયા છે. તો કંડલાના કાર્યકમને લઇને ટ્રાફિક નિયમન વિશે જાહેરમું બહાર પડાયું છે.   રેમ્યા મોહન, (જિલ્લા  મેજિસ્ટ્રેટ, કચ્છ-ભુજે) ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 (1) અન્વયે તેમને મળેલા અધિકારની રૂએ  તા. 22-5-2017ના  સવારે 10 કલાકથી 19 કલાક સુધી આ રોડ પર પસાર થનાર અન્ય વાહનો માટે હુકમ કર્યો છે. જે હુકમ અન્વયે ભુજથી ભચાઉ તરફ આવતાં વાહનો આમરડીથી લુણવા થઇ ચોપડવા હાઇવે તરફ જઇ શકશે. ભચાઉથી ભુજ તરફ જતા વાહનો વરસાણા ચોકડીથી વાયા અંજાર થઇ ભુજ જઇ શકશે. ભચાઉથી ભુજ તરફ જતા વાહનો કરમરિયાથી લાખાવટ ચોબારી તરઇ જઇ શકશે. ખારોઇથી ભચાઉ તરફ આવતા વાહનો માટે મેઘપરથી લાખાવટ થઇ ભુજ તરફ જઇ શકશે.   બીજી બાજુ ગાંધીધામ ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટ  દ્વારા યોજાનાર સ્માર્ટ સિટી કાર્યક્રમ અનુસંધાને મુંદરા  આવતા-જતા ભારે વાહનોની અવર-જવર વધુ રહેતી હોઇ, જે કાર્યક્રમ દરમ્યાન ટ્રાફિક નિયમ જળવાઇ રહે તે માટે મુંદરા  તરફથી આદિપુર, રોટરી સર્કલ, એરપોર્ટ ચાર રસ્તા થઇ ગળપાદર તરફ જતા તથા આજ રોડથી મુંદરા તરફ જતા તમામ ભારે વાહનો માટે તા. 22-5ના સવારે 8 થી 20 કલાક દરમ્યાન પ્રતિબંધ જાહેર કરાયો છે.   જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છે તા. 22-5ના સવારે 9 કલાકથી રાત્રિના 20 કલાક સુધી આ રોડ પર પસાર થનાર ભારે વાહનો ડાયવર્ઝન માટેનો હુકમ કર્યો છે. મુંદરાથી આદિપુર ગાંધીધામ તરફ આવતા વાહનો મોખા ચોકડી ચાર રસ્તારથી સીધા અંજાર તરફ જઇ શકશે અને ગળપાદરથી મુંદરા  તરફ જતા વાહનો સીધા એરપોર્ટ ઓવરબ્રિજથી વાયા અંજાર થઇ મોખા ચોકડી તરફ જઇ શકશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer