લઘુમતી મોરચા દ્વારા પારંપરિક વેશભૂષામાં વડાપ્રધાનને આવકારાશે

ભુજ, તા. 19 : જિલ્લા ભાજપ લઘુમતી મોરચા દ્વારા વડાપ્રધાનના સ્વાગત માટે બેઠક બોલાવી ઉજવણીના આ અનેરા માહોલમાં ખભેખભા મિલાવીને લઘુમતી મોરચો પણ સાથે ઊભો રહેશે એવો કોલ આપ્યો હતો.  અપૂરતા વરસાદને પગલે કચ્છની દાયકાઓ જૂની સિંચાઇ માટેની પાણીની ઝંખના તૃપ્ત કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તા. 22મીના ભચાઉ પહોંચતાં મા નર્મદાના નીરનાં વધામણા કરવા આવી રહ્યા છે ત્યારે સમગ્ર જિલ્લામાં ઉલ્લાસ અને ઉમળકાનો અદ્ભુત માહોલ છે.   બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ?અલીમામદ જતના જણાવ્યા મુજબ વડાપ્રધાનના આગમન સમયે લઘુમતી ભાઇઓ પોતાની આગવી પારંપરિક વેશભૂષામાં ઉપસ્થિત રહી સ્વાગત કરશે અને કોમીએકતા અને ભાઇચારાના આ માધ્યમથી અદ્ભુત મિશાલ ખડી કરશે. જિલ્લા મંત્રી હિતેશ ખંડોરે જણાવ્યું કે, લઘુમતી મોરચાની કામગીરી સમગ્ર કચ્છમાં ધન્યવાદને પાત્ર રહી છે.  પ્રદેશ લઘુમતી મોરચાના આમદભાઇ જત, મામદભાઇ જુણેજા, મામદશા શેખ, મામદભાઇ?ઘાંચી, જકરિયા કુંભાર, અબ્દુલ આગરિયા, તારમામદ તુર્ક, અયુબ જત, કાદરશા બાવા, ઇસ્માઇલ નોડે, હાજી વેરશી, ઇસ્માઇલ નોતિયાર, અલીખાન પઠાણ, અસગર નુરાની, શમશુદીન જત વિ. આગેવાન ઉપસ્થિત રહ્યા હતા.  સંચાલન મોરચાના મહામંત્રી અબ્દુલભાઇ હિંગોરજા અને જુણસ સમાએ કર્યું હતું. આભારવિધિ?ફકીરમામદ થેબાએ કરી હતી જ્યારે વ્યવસ્થા ગનીભાઇ તાલબે સંભાળી હોવાનું જિલ્લા મીડિયા સેલ સહ?ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer