વડાપ્રધાનને વિવિધ રજૂઆતો માટે પ્રતિનિધિ મંડળને સમય ફાળવવા માંડવીના પૂર્વ ધારાસભ્યની માંગ
માંડવી, તા. 19 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 22મીના પ્રવાસ દરમ્યાન અહીંના પૂર્વ ધારાસભ્ય જયકુમાર સંઘવી અને પ્રતિનિધિમંડળે વિવિધ રજૂઆતો માટે સમય ફાળવવા માંગ કરી છે.  વડાપ્રધાનને પાઠવાયેલા પત્રમાં તેમણે નર્મદા પ્રશ્ને કચ્છને થઈ રહેલા અન્યાય, સૌરાષ્ટ્રની સૌની યોજના જેમ કચ્છના ડેમો નર્મદાથી ભરવા,  વિકાસ અને રોજગારલક્ષી કચ્છમાં કોચ ફેકટરી અંગે થયેલી જાહેરાત બાબત, કચ્છમાં વિશિષ્ટ અને વિષમ પરિસ્થિતિની દ્રષ્ટિએ એઈમ્સ મળવા બાબત,  માંડવીના  શ્યામજી કૃષ્ણ વર્મા  સ્મારકની જાળવણી માટે પૂરતું મહેકમ અને નિભાવણી ફંડ ફાળવવા, તેમના અસ્થિનું વિસર્જન કરવા તેમજ કચ્છમાં થતા રસ્તા, વીજળી અને અન્ય વિકાસકામોમાં થતા ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરવા તેમણે માંગ કરી છે.