સેવા સંકલ્પના આશય સાથે કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કરાયું છાશ વિતરણ
ભુજ/ગાંધીધામ, તા. 19 : ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે લોકોને ઉપયોગી બનવાના આશય સાથે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સેવા સંકલ્પ હેઠળ ઠેરઠેર છાશ અને પાણી વિતરણ કરાયું હતું.   ભુજમાં બસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે શરૂ કરાયેલા પાણી-છાસ કેન્દ્રમાં નગરપતિ અશોક હાથી, ઉપપ્રમુખ સુશીલાબેન આચાર્ય, ભાડાના ચેરમેન કિરીટ સોમપુરા, બાપાલાલ જાડેજા, ડો. રામ ગઢવી, રાહુલ ગોર, અનિલ છત્રાળા દિવ્યરાજસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  ગાંધીધામમાં પણ ભાજપ દ્વારા ચાવલા ચોક ખાતે આજે સવારે છાશનું લોકોને વિતરણ કરાયું હતું. આ પ્રસંગે શહેર-તાલુકા ભાજપના હોદ્દેદારો, મોવડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  અંજાર સેવાકીય પ્રવૃત્તિઓ થકી લોકો નજીક જવા અને ઉપયોગી બનવાના હેતુસર અહીંની મામલતદાર કચેરી પાસે છાશ અને પાણીના સેવા કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં અંદાજિત 500 લોકોને છાશ વિતરણ કરાઈ હોવાનું યાદીમાં જણાવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઈ કોઠારી, જિલ્લા યુવા ભાજપ મંત્રી આશિષભાઈ ઉદવાણી, શહેર ભાજપ મહામંત્રી લવજીભાઈ સોરઠિયા, ઉપપ્રમુખ હિતેનભાઈ વ્યાસ, નગરસેવક જયેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ ઓઝા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે યુવા ભાજપ પ્રમુખ અમિતભાઈ વ્યાસ અને મહામંત્રી પીયૂષભાઈ પટેલના નેતૃત્વ હેઠળ અમિતભાઈ ઠક્કર, મિતેશ રાઠોડ, વૈભવ કોડરાણી, જિગર અયાચી વગેરેએ સહકાર આપ્યો હતો.  રાપરમાંય છાશ-પાણીનું વિતરણ  રાપર યુવા ભાજપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાહદારીઓને રાહત મળે તે હેતુથી શહેરના દેના બેન્ક ચોક ખાતે રાપર શહેર યુવા ભાજપ દ્વારા આજે ઠંડી છાશ તથા ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણકાર્ય બીજા દિવસે પણ બપોરે 12થી 4 વાગ્યા સુધી ચાલુ રહેશે એમ રાપર શહેર યુવા ભાજપના પ્રમુખ મેહુલભાઈ જોષીએ જણાવ્યું હતું.  આ પ્રસંગે રાપર વિસ્તારના ધારાસભ્ય પંકજભાઈ મહેતા, શહેર યુવા ભાજપના મહામંત્રી લાલજીભાઈ કારોત્રા, રાપર તાલુકા ભાજપ પ્રમુખ ડોલરરાય ગોર, શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, બળવંતભાઈ ઠક્કર, જેરામભાઈ સોનારા, હરિભાઈ રાઠોડ, રામજીભાઈ મૂછડિયા, બળદેવ ગામોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા મહેશદાન ગઢવી, ભાવિક સોની, રાજુ પીરાણા, મહેન્દ્ર સુથાર, નીલેશ ગોહિલ, પ્રફુલ્લ ગોસ્વામી વગેરે કાર્યકર્તાઓએ સંભાળી હતી.