પાર્શ્વ વલ્લભ ઇન્દ્રધામે વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ભાવિકો ઊમટયા
મોટા યક્ષ (તા. નખત્રાણા), તા. 19 : પાર્શ્વ વલ્લભ ઇન્દ્રધામ ખાતે 10મો ધ્વજારોહણ પ્રસંગ ધામધૂમપૂર્વક ઊજવાયો હતો.  આ પ્રસંગે તીર્થ પ્રેરણાદાત્રી હેમલતાશ્રીજી મ.સા. આદિઠાણા 8 તથા કમલપ્રભાશ્રીજી મ.સા.ના ઋજુપ્રજ્ઞાશ્રીજી મ.સા.ની નિશ્રામાં સત્તરભેદી પૂજાની 9મી પૂજા પ્રસંગે અલગ-અલગ ધ્વજારોહણના લાભાર્થી પરિવારોમાં પ્રેમીલાબેન પ્રેમચંદ સંઘવી (ભુજ), ખેંગારભાઇ પ્રતાપશીભાઇ પરિવાર (અંગિયા-ભુજ), શેઠ ચંદનબેન મગનલાલ (નખત્રાણા), ખેંગારભાઇ પ્રતાપશીભાઇ (અંગિયા-ભુજ), ભદ્રાબેન મોતીલાલ શેઠ (સામત્રા), મંજુલાબેન પ્રતાપશી દોશી (મુંબઇ), શંભુલાલ કેશવજી શેઠ?(માનકૂવા), મણિબેન મણિલાલ શાહ (ભડલી) વિ.એ લાભ લીધો હતો. વિધિકાર જિજ્ઞેશભાઇ સંઘવી (માધાપર) રહ્યા હતા. આ અવસરે સંગીતકાર કમલેશભાઇ ગોસ્વામી (માંડવી)એ ભક્તિમાં રમઝટ જમાવી હતી. સત્તરભેદી પૂજાનો સ્વ. કોકિલાબેન દિલીપભાઇ?શાહ (મોટા અંગિયા) પરિવારે લાભ લીધો હતો. આ પ્રસંગે નૂતન ભાતાખાતાનું ભૂમિપૂજન પણ કરાયું હતું. 11મા ધ્વજારોહણના ચડાવામાં મૂળ ધ્વજાનો લાભ સમસ્ત માકપટ પરિવારની દીકરીઓએ લીધો હતો. આ પ્રસંગે સમસ્ત કચ્છ માકપટ, ભુજ, મુંબઇ, અમદાવાદ વિ.થી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રમુખ વીરસેનભાઇ તથા કમલેશભાઇ સંઘવી,ભરતભાઇ શેઠ, ગાંગજીભાઇ શેઠ, જયેન્દ્રભાઇ તથા માકપટ સમાજના પ્રમુખ દિલીપભાઇ, મંત્રી જિજ્ઞેશભાઇ, ભરતભાઇ મહેતા, મહેશભાઇ મહેતા, ભરતભાઇ શાહ, નરેન્દ્રભાઇ મહેતા તેમજ હોદ્દેદારો તથા કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. પૂજા વિ. વ્યવસ્થા અશ્વિન મહેતા, બ્રિજેશ શાહે સંભાળી હતી.