નકામા ઇલેકટ્રીકલ કે ઇલેકટ્રોનિક રમકડાંનો કઇ રીતે નિકાલ કરવો

ભુજ, તા.  19  : નકામા ઈલેકટ્રિકલ કે ઈલેકટ્રોનિકસ રમકડાં વગેરે નકામી વસ્તુઓએ હવે ઘર-ઘરમાં કબાટ, ટેબલના ખાના, ડ્રોવર્સ કે આડી-અવડી જગ્યા રોકી રહ્યા છે.   ઘરમાં, દુકાનોમાં ખાનગી ઓફિસોમાં, તમામ સરકારી કચેરી, કાર્યાલયોમાં ઉપરાંત નાના-મોટા કારખાના અને એકમોમાં જમાવટ કરી ચૂકેલ આવા જોખમી ઈ-વેસ્ટનો અધિકૃત રિસાયકલર અને ડિસમેન્ટલર મારફતે જ નિકાલ કરવો ફરિજયાત છે. આ કચરાના કાયદેસર નિકાલ કરવાની જવાબદારીથી વાકેફ કરવાના ભાગરૂપે ઈ-વેસ્ટ જનજાગૃતિ કાર્યક્રમ જીપીસીબીની પ્રાદેશિક કચેરી, પશ્ચિમ-કચ્છ ભુજ દ્વારા લેરમાં આવેલ પાર્લે પ્રોડકટસ કંપનીના તાલીમ કેન્દ્ર  ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રાદેશિક અધિકારી આર.પી. ગુપ્તા, (જીપીસીબી કચ્છમ પશ્ચિમ, ભુજ) દ્વારા કાર્યક્રમનું આયોજન કરીને હિતધારકોને લાગુ પડતા ઈ-વેસ્ટી કાયદા અંગેની જાણકારી આપી હતી. નાયબ પર્યાવરણ ઈજનેર નરેશ ચૌધરીએ કાયદાની રૂપરેખા સમજાવીને મદદનીશ પર્યાવરણ ઈજનેર સુમિત ચૌહાણ સાથે મળીને કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. પાર્લે પ્રોડકટસ કંપનીના ઉપ-મેનેજર પ્રમોદ ચૌહાણે પ્રાસંગિક અભિવાદન કર્યુ હતું. અધિકૃત રિસાયકલર્સની ઉપલબ્ધ  સુવિધાને આવરી લઇને વિષય તજજ્ઞ તરીકે જીપીસીબીના પૂર્વ પીઆરઓ નરેશ ઠાકરે વિષયોચિત બાબતની ગંભીરતા, પર્યાવરણની જાળવણીમાં સૌના સહયોગ અને સૌ સબંધિતોએ લેવાના પગલાંની બાબત રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં પાર્લે પ્રોડકટસ કંપનીના મેનેજર, પ્રા.ક. પશ્ચિમ-કચ્છ, ભુજના કાર્યક્ષેત્ર હેઠળના કાર્યરત ઉદ્યોગો, એકમોના પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થારના પ્રતિનિધિ તેમજ પ્રાદેશિક કચેરી, કચ્છ-પશ્ચિમ, ભુજના અધિકારીઓ વગેરેએ ભાગ લીધો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer