આણંદના કાર્યક્રમમાં સર્જકોની સર્જનશીલતાનું થયેલું સન્માન
ભુજ, તા. 19 : તાજેતરમાં આણંદમાં યોજાયેલા સર્જકો અને વડીલોના સન્માન કાર્યક્રમમાં ભુજના વાર્તાવિહાર અને કાવ્ય નિર્ઝરીના સર્જકોનો સમાવેશ થાય છે.  અરુણા એ. ઠક્કર `માધવી', નીતિન ઠક્કર, પ્રતિમા આર. સોનપાર, કાજલ કે. ઠક્કર અને ભુજના અન્ય સર્જકો પૂર્વી બી. બાબરિયા અને શીતલ એ. રાયસોની (માધાપર)નું તથા ગુજરાતમાંથી આવેલા અન્ય ચાલીસ-પિસ્તાલીસ સભ્યોનું બહુમાન કરાયું હતું. કાર્યક્રમનું `લવ-પ્રલય' સંસ્થાના રમેશભાઇ વાસાણીએ આયોજન કર્યું હતું. ભગીરથ બ્રહ્મભટ્ટ, નરેશભાઇ વેદ, હરીશભાઇ વટાવવાળાએ સાહિત્યકારોને સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા. વાર્તાવિહારના પ્રમુખ રમીલાબેન મહેતાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બન્ને સંસ્થાના સર્જકોને પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટ, આણંદ સ્થળેથી શ્રદ્ધાબેન રાવલ, પારૂલબેન બારોટ, રક્ષાબેન ચોટલિયા, મીનાક્ષીબેન ચંદારાણા, પ્રફુલ્લાબેન વોરા અને કુસુમબેન ચંદારાણા તથા ઘનશ્યામભાઇ બૂચ સર્જકો હાજર રહ્યા હતા.