બેંકની સ્થાપનાથી અત્યાર સુધીનો વિકાસ વર્ણવાયો

ભુ જ, તા. 19 : બેંક ઓફ ઇન્ડિયાની ભુજ (હોસ્પિટલ રોડ) શાખાના 75મા સ્થાપના દિનની ઉજવણી કરાઇ હતી.  બેંક ઓફ ઇન્ડિયાનો કચ્છ રાજ્યમાં તા. 8 મે 1943ના આરંભ થયો તે વખતના રાજવી વિજયરાજજી જાડેજાએ આમંત્રણ આપી કચ્છના વિકાસ માટે રાજ્યની પ્રથમ બેંક તરીકે નાનીબા સંસ્કૃત પાઠશાળા પાટવાડી નાકાના મકાનમાં પ્રારંભ કરાવ્યો, બેંકની અત્યારે 26 શાખાઓ અને એક ફરતી શાખા મળીને 27 યુનિટથી બેંક ગ્રાહકોની સેવા કરે છે.  કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શાખાના મુખ્ય પ્રબંધક ઉત્તમ ઠાકર તથા ગોવિંદભાઇ ભાનુશાલી મુખ્ય અતિથિ વિશેષપદે રહ્યા હતા. શ્રી ઠાકરે ગ્રાહકો અને ઉપસ્થિતો, સ્ટાફ મિત્રોનું સ્વાગત કર્યું હતું. એ. એ. ખત્રી (મેનેજર એડમિન), રાકેશ કુમાર (મેનેજર ક્રેડિટ), બિહારીભાઇ કોંઢીયા વિ.એ પ્રાસંગિક દ્વારા આનંદની લાગણી વ્યક્ત કરી હતી. શ્રી ભાનુશાલીએ શાખાના સ્થાપના દિને બેંકના સ્ટાફ મિત્રોને શુભેચ્છા આપી હતી. ગ્રાહકો અને સ્ટાફ મિત્રોનું આ પ્રસંગે સ્નકેહમિલન યોજાયું હતું. શંભુભાઇ જોશી ભુજ શાખાના (નિવૃત કર્મચારી)એ બેંક ઓફ ઇન્ડિયાનો ઇતિહાસ વર્ણવ્યો હતો.  મણિલાલ રામાણી, હેમેનભાઇ ઠક્કર (ભુજ), બિરેન ઠક્કર, વિધિ વોરા, પંકજ શાહ, હેમંતભાઇ વિ. ઉપસ્થિત રહ્યા હતા. બેંકના પ્રદીપ રંગપરા, ખુશાલ ગોર, કમલેશ વાળંદ વિ. સ્ટાફે જહેમત ઉઠાવી હતી. સંચાલન, આભાર દર્શન શંભુભાઇએ કર્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer