ભુજમાં આજથી આઠ દિવસીય `અંતરંગ'' આર્ટ વર્કશોપનો પ્રારંભ

ભુજ, તા. 19 : એમ.એસ. યુનિવર્સિટી વડોદરા, જે. જે. સ્કૂલ ઓફ આર્ટસ મુંબઇ?શાંતિનિકેતન, બંગાળ કોલકાતાની નામાંકિત યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ કરેલા કલાકારોનું ભુજ ખાતે મનસુખલાલ સોમપુરા ફાઉન્ડેશન દ્વારા કચ્છ કલ્યાણ સંઘ, સંતોષી માતાના મંદિર પાસે તા. 20થી 27/5 સુધી આયોજિત આઠ દિવસીય `અંતરંગ' આર્ટ વર્કશોપ-2017નું આયોજન કરાયું છે.  આ અંગે પત્રકારોને માહિતી આપતાં ભાડાના ચેરમેન કિરીટભાઇ સોમપુરાએ જણાવ્યું હતું કે, ભારતના નામાંકિત યુનિવર્સિટીઓમાંથી ઉત્તીર્ણ થયેલા કલાકારો ચારૂ સોમપુરા, સુજાતા બાજીરાવ ચવન, પૃથ્વીરાજ સાહુ અને યોગેશ કામ્બલે દ્વારા પેઇન્ટિંગ, સ્કલ્પચર તથા પ્રિન્ટ મેકિંગ શીખવાડાશે. તા. 27-28 મેના તાલીમાર્થીઓ દ્વારા બનાવાયેલી કૃતિઓનું પ્રદર્શન ભુજના નાગરિકો માટે ખુલ્લું મુકાશે. ભવિષ્યમાં ફરી આવો વર્કશોપ સંસ્થા દ્વારા યોજાય અને કલાપ્રેમીઓને પૂરતું માર્ગદર્શન મળી રહે તેવી હિમાયત હોવાનું જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કુ. ચારૂ સોમપુરા પ્રથમ ફાઇન આર્ટસમાં સ્નાતક છે. અમદાવાદ-કોલકાતા-દમણ સહિત અનેક જગ્યાએ પેઈન્ટિંગ એક્ઝિબિશન કર્યા છે.  કાર્યક્રમ પર પ્રકાશ પાડતાં કુ. ચારૂએ જણાવ્યું કે, કચ્છમાં કલા ખૂબ ધરબાયેલી છે પરંતુ કલાકારોને યોગ્ય શિક્ષણ માટે બહાર જવું પડે છે. ત્યારે કચ્છમાં ફાઇન આર્ટસ કોલેજ બને તે માટે ફાઉન્ડેશન પ્રતિબદ્ધ છે તેમજ ભારતના નામાંકિત કલાકારોનો લાભ કચ્છના કલાકારોને મળે તે માટે ફાઉન્ડેશન કાર્યરત છે.  અવારનવાર ટૂંક સમયમાં કચ્છની કલાપ્રેમી પ્રજાને કલા માટે મંચ મળી રહે તે માટે સંસ્થા દ્વારા કોલેજ પણ?ખોલવાની હિમાયત ચાલી રહી છે અને યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન પણ?થઇ ગયું છે. આ વર્કશોપમાં 60થી 65 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું ઉમેર્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer