ભુજ સુધરાઇ ખાતે બીપીએલ કાર્ડધારકોની વીજ જોડાણની અરજીઓ અટકતાં નારાજગી
ભુજ, તા. 19 : સ્લમ વિસ્તારમાં લાઇટના જોડાણ માટે બીપીએલ કાર્ડ ધારકની પીજીવીસીએલ કચેરી ખાતે મોકલાતી ખરાઇનું કાર્ય અટકતાં જોડાણ ઇચ્છુકોમાં નારાજગી ફેલાઇ હતી.   સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા થોડા દિવસોથી સ્લમ વિસ્તારમાં વીજ જોડાણ ઇચ્છુક બીપીએલ કાર્ડ ધારકોની ખરાઇ પીજીવીસીએલ કચેરીએ ન મોકલાતાં જોડાણ ઇચ્છુકોમાં રોષ ફેલાયો હતો. જો કે, આ બાબતે આ કાર્યવાહી સંભાળતા ભુજ સુધરાઇના કિશોરભાઇએ જણાવ્યું કે, થોડા દિવસ પહેલા મુખ્ય અધિકારી રજામાં ગયા હોવાથી કાર્ય બાકી રહ્યું હતું પરંતુ તેઓ આવી જતાં ગઇકાલે જ 70થી વધુ અરજીઓ પીજીવીસીએલને મોકલી દેવાઇ હતી અને હાલ છેલ્લા બે દિવસમાં આવેલી અંદાજે 10 અરજીઓ જ બાકી હોવાનું ઉમેર્યું હતું.