મુંદરાના પછાત વિસ્તારોના વિકાસાર્થે રૂા. 40 લાખના કામો મંજૂર કરાયાં

મુંદરા, તા. 19 : સ્થાનિક ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિની પ્રથમ બેઠકમાં પછાત વિસ્તારો માટે રૂા. 40 લાખ વિકાસના કામો સૂચવતા ઠરાવો કરવામાં આવ્યા છે.  સમિતિના ચેરમેન પદે દેવલબેન કાનજી સીજુની બિનહરીફ વરણી થયા બાદ સમિતિની પ્રથમ બેઠક ચેરમેનના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં મહેશનગરમાં અનુ. જાતિની મહિલાઓ માટે સ્નાનઘાટ રૂા. 3 લાખ, મહેશનગર શેરી નં. 2થી 7માં નવી ગટરલાઈન માટે રૂા. 7 લાખ, શેરી નં. 2થી 8માં સી.સી. રોડ, રૂા. 20 લાખ અનુજાતિના લોકો માટે ડો. બાબા સાહેબ આંબેડકર સાંસ્કૃતિક ભવન  રૂા. 10 લાખના ખર્ચે બનાવવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું હતું.  વિકાસના આ કામ ખાસ અંગભૂત યોજના-14માં નાણાપંચની જોગવાઈ, રોયલ્ટી ગ્રાન્ટ તથા સરકારની વિકાસની ગ્રાન્ટોમાંથી હાથ ધરવામાં આવશે. બેઠકમાં સા.ન્યા.સ.ના સભ્યો રમેશ હરજી મહેશ્વરી, રાજેશ ચમન મકવાણા ઉપસ્થિત       રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer