ફીના નામે કરોડોનો વેપલો કરતી મુંદરા પંથકની ખાનગી શાળાઓ

અશ્વિન ઝિંઝુવાડિયા દ્વારા  મુંદરા, તા. 18 : નગર અને તાલુકાની મળીને 27 પ્રાથમિક શાળાઓ દરવર્ષે?રૂા. 13 કરોડથી વધુ રકમ ગરજવાન વાલીઓ પાસેથી એકઠી કરે છે તેવી શાળાએ સરકારને જે માહિતી આપી છે તે વિરોધાભાસી ને ખોટી છે. વાસ્તવમાં આ આંકડો 20 કરોડ?રૂા.થી વધુનો છે. વાસ્તવિક આંકડાની માહિતી એવી છે કે કેલરોક્સ પબ્લિક સ્કૂલ વર્ષે પ્રતિ વિદ્યાર્થી 41460 રૂા. ફી પેટે લે છે. એ જ રીતે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ એક વિદ્યાર્થી પાસેથી વાર્ષિક રૂા. 15175, અદાણી સ્કૂલ રૂા. 41060 અને આગાખાન સ્કૂલ રૂા. 22410 રૂા. વાર્ષિક ફી પેટે વસૂલ કરે છે. આ જે તે શાળાએ સરકારને આપેલા આંકડા છે. વાલીઓ કેટલી ફી ચૂકવે છે વાર્ષિક તે પ્રશ્ન છે. એક સર્વેક્ષણ મુજબ નગર અને તાલુકાની કુલ્લ 25 ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની ખાનગી પ્રાથમિક શાળામાં કુલ્લ 7648 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ખાનગી પ્રાથમિક શાળા સંચાલકો ભળતી-અધૂરી અને ખોટી માહિતી સરકારને આપે છે. શાળા સંચાલકો 99 રૂા.માં બિલાડી ખરીદનારને જ 1?રૂા.માં ઘોડો આપે છે. તેમ ખાનગી પ્રા. શાળા સંચાલકો જે માહિતી સરકારને સત્તાવાર રીતે આપે છે એ માહિતીની ખરાઇ કર્યા વગર જ સરકાર પણ એનો સીધો સ્વીકાર કરી લે છે એ મુદ્દો બહુ સૂચક છે. વારંવાર માહિતી માગવા છતાં અધૂરી વિગત આપવી.... ફી વાર્ષિક છે કે ત્રિમાસિકની સ્પષ્ટતા ન કરવી અને ફી તથા સંખ્યાની માહિતી શાળામાં જઇ મેળવી લેજો જેવા જવાબ આપવા સહિતના મુદ્દા એમ સૂચવી જાય છે કે ખાનગી પ્રાથમિક શાળા સંચાલકો અને સરકારના પ્રતિનિધિઓ વચ્ચે `ગોઠવણી'?થઇ ગઇ?છે. માહિતી તારવી જ ન શકાય તેમ ભ્રષ્ટાચારના એરુનું પૂંછડું પકડી ન શકાય એ માટે જે પ્રયત્નો કરવામાં આવ્યા એ શિક્ષણ જેવા પવિત્ર કાર્ય માટે લાંછનરૂપ છે. તાજેતરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વાલીઓએ સતત બે દિવસ ડખા સાથે હોબાળો કર્યો અને ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા તેના અનુસંધાને જિલ્લા શિક્ષણ?વિભાગે કોઇ?પગલાં લીધા નથી. સરકારે ફીની જે વિગત  આપી છે એમાં ટર્મ ફી, એડમિશન?ફી, સ્પોર્ટસ ફી, પરીક્ષા ફી, લાયબ્રેરી ફી, સ્કૂલ ડાયરી અને આઇ. કાર્ડ ફી, બસ ફી, કોમ્પ્યુટર ફી સહિતની ફીનો સમાવેશ થતો નથી. વાર્ષિક 20 કરોડના ટર્નઓવરના આ `ધંધા'માં આ બધી ફી ઉમેરવામાં આવે તો રકમ કેટલે પહોંચે ? આ સાથેના ચાર્ટ સાથે વાલીઓ જો પોતાના બાળકના શિક્ષણ પાછળ?ખરેખર કેટલી ફી ચૂકવે છે એ સરખાવશે ત્યારે અંદાજ આવશે કે શાળા સંચાલકો સરકારને કેટલી હદે મૂર્ખ બનાવે છે. સંખ્યાબંધ વાલીઓએ રૂબરૂમાં રસીદ બતાવી જણાવ્યું કે, અમે દર ત્રણ-ત્રણ મહિને 40 હજારથી વધુ રકમ ચૂકવીએ છીએ. ગણવેશ, નોટબૂક, પાઠયપુસ્તક અરે સ્ટેશનરી સુદ્ધાં શાળામાંથી ખરીદવાનો ધરાર આગ્રહ શાળા સંચાલકો વાલી અને વિદ્યાર્થીઓ પાસે રાખે છે. એના કમિશન અને નફાની અધધધ આવક હવે જોડતાં જાવ... કસદાર શિક્ષણના ધંધામાં તગડી કમાણી છે એ જોતાં વધુ છ?ખાનગી પ્રા. શાળાઓએ મંજૂરી માગી છે. જે આંકડા ઉપર આપ્યા છે એ માત્ર?ધો. 1થી 8ના વિદ્યાર્થીઓની ફીના છે. જૂનિયર નર્સરી, સિનિયર નર્સરી, જૂ. કે.જી.થી સિ. કે.જી.ની સ્કૂલો પણ?ઢગલાબંધ?છે. કેમ કે મંજૂરીની જરૂર જ નથી. દુકાનમાં, ગોડાઉનમાં, એપાર્ટમેન્ટમાં અને રહેણાંકના મકાનમાં ચાલતી નાની ભૂલકાઓની નિશાળ પણ?વાસ્તવમાં રૂા. છાપવાના મશીન જ છે. ભાગ્યે જ કોઇ આવી શાળા પાસે પ્લે ગ્રાઉન્ડની સુવિધા છે. દફ્તર તો લઇ જવાનું સાથે  પહેલાં ધોરણના ફૂલડાઓની પરીક્ષા લઇ 97-98 ટકા માર્ક આવ્યા છે તેવું કહી વાલીઓને `ટેસ'માં રાખે છે. વેકેશનમાં પણ બસ?ફી તો આપવી જ પડે. મહત્ત્વનો મુદ્દો તો ડોનેશનનો છે. અમે ડોનેશન નથી લેતા પણ?શાળાના રૂમ બનાવવા માટે દાનની રકમ લઇએ છીએ. આવા નફ્ફટ જવાબ અપાય ત્યારે તંત્ર ક્યાં છે ? તેની શોધખોળ કરી પડે છે. જે સ્થિતિ મુંદરાની છે એ સ્થિતિ આખા કચ્છની છે. અનક્વોલિફાઇડ શિક્ષકો, અપૂરતી આંતરમાળખાકીય સુવિધા, તગડી?ફી સાથે વધારાની ટયુશન ફી સહિતના એવા પ્રશ્નો છે કે લખે જ રાખો... લખે જ રાખો અંત આવે એમ નથી. નિંભર થઇ ગયેલા શાળા સંચાલકો હવે સરકારને દાદ આપે નહીં. વાલીઓ વરાળ કાઢતાં જણાવે છે કે ફરિયાદ કરો એટલે કિન્નાખોરી. વાલીઓ સંગઠિત નથી તેમ સરકારી ગુજરાતી માધ્યમની શાળામાં વેઠ ઉતારવાની શરૂઆતની આ સાઇડ ઇફેક્ટ છે. સરકારી પ્રા. શાળાનું તંત્ર?સરેઆમ નિષ્ફળ ગયું એનો ફાયદો ધંધાદારી શાળા સંચાલકો ભરપૂર ઉઠાવી રહ્યા છે.     

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer