નાના કપાયાની પરિણીતાના ક્લિપિંગ-ફોટા વેબસાઇટ પર વહેતા કરાયા

ભુજ, તા. 18 : મુંદરા તાલુકાના નાના કપાયા ગામે રહેતી પરિણીત યુવતી સાથે શરીર સંબંધ બાંધવા સહિતની ક્રિયાઓ વિશેના વીડિયો ક્લિપિંગ અને ફોટા વાયરલ કરવા બાબતે  બે શખ્સ સામે વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.  પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ નાના કપાયા ગામે એમ.આઇ.સી.ટી. કોલોની વિસ્તારમાં રહેતી ભોગ બનનારી પરિણીતાએ તેની સાથે બનેલી આ ઘટના બાબતે મૂળ પંજાબના રહેવાસી અને હાલે દુબઇ ખાતે રહેતા ધર્મેન્દ્રસિંઘ સંધુ અને હાલે મુંદરા રહેતા કુલવિન્દરસિંઘ (શેખ) સામે વિધિવત પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. મુંદરા પોલીસે ઇન્ફોર્મેશન ધારા અને એટ્રોસિટી સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંઘ્યો હતો. એસ.સી. એસ.ટી. વિભાગના નાયબ પોલીસ અધીક્ષક દ્વારા કેસની તપાસ હાથ ધરાઇ છે.  પોલીસ સૂત્રોએ ફરિયાદને ટાંકી વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે બન્ને આરોપી પૈકીના ધર્મેન્દ્રસિંઘ સંધુ સાથે ભોગ બનનારી પરિણીતાએ તેની મરજી અને સમંતિથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપીએ આ ક્રિયાના વીડિયો ક્લિપિંગ અને ફોટા મોબાઇલ ફોન દ્વારા કેદ કર્યા હતા. બાદમાં ધર્મેન્દ્રસિંઘ દ્વારા પરિણીતાને એવું દબાણ કરવામાં આવ્યું હતું કે તે કુલવિન્દરસિંઘ સાથે પણ ફ્રેન્ડશિપ કરે. આ બાબતે પરિણીતા દ્વારા ના પડાતાં તહોમતદારે વીડિયો ક્લિપિંગ અને ફોટા વેબસાઇટ ઉપર પ્રસારિત કર્યા હતા. પરિણીતાનો ઘરસંસાર બગાડવા અને તેને અપમાનિત કરવા સહિતની બાબતો માટે આ કૃત્ય કરાયાના આરોપ ફરિયાદમાં મૂકવામાં આવ્યા છે.    

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer