માનકૂવા મેડિકલ ચેરિ. ટ્રસ્ટ સંચાલિત લીમાણી હરજી લાલજી હોસ્પિટલમાં આરોગ્ય કેમ્પ યોજાયો

માનકૂવા મેડિકલ ચેરિ. ટ્રસ્ટ સંચાલિત લીમાણી  હરજી લાલજી હોસ્પિટલમાં આરોગ્ય કેમ્પ યોજાયો
માનકૂવા (તા. ભુજ), તા. 18 : અત્રેની માનકૂવા મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લીમાણી હરજી લાલજી એન્ડ સન્સ હોસ્પિટલ ખાતે હૃદયરોગ, ત્રીરોગ તથા બાળરોગના નિદાન તથા સારવાર માટે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું હતું. પ્રારંભે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો કોઠારી પાર્ષદ જાદવજી ભગત, સદ્ગુરુ અક્ષરપ્રકાશ સ્વામી, સદ્ગુરુ દેવકૃષ્ણ સ્વામી,  કોઠારી સ્વામી નારાયણમુનિ સ્વામી, કોઠારી સ્વામી દેવપ્રકાશ સ્વામી, દિવ્યસ્વરૂપ સ્વામી, ભકિતપ્રિય સ્વામી, શાત્રી નિર્ભયદાસ સ્વામી, શાત્રી ધર્મચરણદાસજી સ્વામી, કેમ્પના દાતા પરિવારના લાલજી કલ્યાણ શિયાણી (મોમ્બાસા, માનકૂવા), સંસ્થાના યુવાન પ્રમુખ હરીશભાઇ ભંડેરી, મહોબતસિંહ સોઢા વગેરે દ્વારા દીપ પ્રાગટય કરી આરોગ્ય કેમ્પને ખુલ્લો મુકાયો હતો. શાબ્દિક આવકાર બાદ દાતા પરિવાર તથા સેવા આપનાર તબીબ ટીમનું સંતો દ્વારા સન્માન કરાયું હતું. આ કેમ્પમાં 250 દર્દીઓના તપાસ-નિદાન કરાયા હતા. જેમાં હૃદયરોગના 180, ત્રીરોગની 50 અને બાળરોગની 20 વ્યકિતઓનું નિદાન કરાયું હતું. જેમાં જરૂરિયાતવાળા દર્દીઓને સ્થાનિકે નિ:શુલ્ક દવા વગેરે અપાયા હતા. જ્યારે હૃદયરોગના દર્દીઓને વધુ સારવાર માટે નિષ્ણાત ડોક્ટરોની સલાહ પ્રમાણે યોગ્ય સારવાર અર્થે સંસ્થા દ્વારા જાણ કરાશે તેવું સંસ્થાના ઉપપ્રમુખ જાદવજીભાઇ વરસાણીએ જણાવ્યું હતું. આ કેમ્પમાં હૃદયરોગના ડો. રજનીકાંત પટેલ, ડો. દર્પણ ચૌધરી (અમદાવાદ), ડો. અલ્પેશ કાંતિલાલ હીરાણી (માનકૂવા), ડો. અરવિંદ પંડયા, ડો. નિકુંજ ભાનુશાલી જ્યારે કાર્ડિયોલોજી માટે ડો. જગદીશ ધનજી હાલાઇએ સેવા આપી હતી. ત્રીરોગ નિષ્ણાત ડો. ભકિતબેન સોની, બાળરોગ નિષ્ણાત ડો. વૈશાલીબેન ડાભી (ભુજ)એ સેવા આપી હતી. આ કેમ્પમાં નોંધાયેલા દર્દીઓને અન્ય જગ્યાએ વધારાની સારવાર ટ્રસ્ટ દ્વારા કારશે તેવું ખજાનચી કાનજીભાઇ હીરાણીએ જણાવ્યું હતું. માનકૂવાના વિશાળ બાંધકામ ધરાવતા આરોગ્યધામમાં આર્થિક સહયોગ આપનારા તમામ દાતા તેમજ આ નિ:શુલ્ક કેમ્પના દાતાઓને સંતોએ બિરદાવી આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે  જિલ્લા પંચાયતના સિંચાઇ સમિતિના ચેરમેન ભીમજીભાઇ જોધાણી, જેમલભાઇ રબારી, સ્વામિ. મંદિરના પ્રમુખ હરજીભાઇ, સંસ્થાના પૂર્વ પ્રમુખ કાંતિભાઇ હીરાણી, મનજીભાઇ કેરાઇ, હરજીભાઇ હીરાણી, દેવશીભાઇ પુંજાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નરશીભાઇ ભગત,  વિપુલભાઇ દવે,  હોસ્પિટલ સ્ટાફના સોનીભાઇ, ગૌરાંગભાઇ, લેબ ટેક. કુંદનભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ સંસ્થાના મંત્રી ગોવિંદભાઇએ કરી હતી.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer