રોગમુક્ત સમાજ અને સ્વાસ્થ્ય પરત્વે જાગૃતિ માટે પત્રીમાં તબીબી કેમ્પ યોજાયો

રોગમુક્ત સમાજ અને સ્વાસ્થ્ય પરત્વે  જાગૃતિ માટે પત્રીમાં તબીબી કેમ્પ યોજાયો
મુંદરા, તા. 18: મહેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ (ગાંધીધામ) તથા ભીમ સૈનિક ગ્રુપ (પત્રી) દ્વારા તાલુકાના પત્રી ગામે પંજહથા પીર વેલજી મેઘજી મતિયા દેવના સ્મણાર્થે મેડિકલ તેમજ બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પ યોજાયો હતો. જેનો મુખ્ય ઉદેશ સમાજ રોગમુક્ત બને તેમજ સમાજના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે તે હતો. આ કેમ્પમાં પત્રી, લાખાપર, રતાડિયા, વિરાણિયા, ગુંદાલા, વાંકી વિગેરે ગામોમાંથી વિવિધ સમાજના લગભગ 140થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં ડો. ગોવિંદભાઇ કન્નડ, ડો. ધીરજભાઇ ડુંગરખિયા તેમજ તેમની ટીમ, ડો. રમેશભાઇ ખાંખલા તથા ડો. મયૂરભાઇ પંડયા વગેરેએ નિ:સ્વાર્થભાવે સેવા આપી હતી. કેમ્પની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે વેલજી મતિયાદેવની છબીને પુષ્પ અર્પણ તેમજ દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રણછોડ બતા (ઉપસરપંચ, પત્રી), દેવલબેન હેમરાજ મહેશ્વરી (સરપંચ-વાંકી), દિગ્વિજયસિંહ જાડેજા (સરપંચ-લાખાપર), જેતાબેન હસણ કુંભાર (સરપંચ-રતાડિયા), હમીરભાઇ મહેશ્વરી, ચનુભાઇ મહેશ્વરી, ખીમજીભાઇ દનિચા, હરિભાઇ જાટિયા, જૈન અગ્રણી ગિરીશભાઇ સૈયા, વિજયભાઇ સામજીભાઇ શાહ, પત્રી કન્યાશાળાના આચાર્ય રામજીભાઇ મહેશ્વરી, સાલેમામદ ઓઢેજા, કનકસિંહ જાડેજા, જિતેન્દ્ર રાઠોડ, પૃથ્વીરાજસિંહ જાડેજા તથા પંચાયતના સભ્યો તેમજ વિવિધ સમાજના ભાઇઓ-બહેનો તેમજ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ આ આયોજનને બિરદાવ્યું હતું. દર્દીઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આયોજકો મહેશ ચનુભાઇ મહેશ્વરી (ટ્રસ્ટી, મહેશ્વર ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીધામ) તથા હેમંત લખમશીભાઇ મહેશ્વરી (પ્રમુખ, ભીમ સૈનિક ગ્રુપ-પત્રી) દ્વારા કરવામાં આવ્યું હતું. આભારવિવિધ રામજીભાઇ ઘેડા દ્વારા કરવામાં આવી હતી. આ કેમ્પનો વધુમાં વધુ લોકો લાભ લઇ?શકે તે માટે આજુબાજુના ગામોના જરૂરતમંદો માટે વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. પત્રી, વાંકી, લાખાપર, રતાડિયા ગામના મહશ્વરી યુવા ગ્રુપોએ સહયોગ આપ્યો હતો.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer