ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની ''92ની છાત્રાઓ દ્વારા ડાયાલિસીસ માટે દાન

ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયની ''92ની છાત્રાઓ દ્વારા ડાયાલિસીસ માટે દાન
ભુજ, તા. 18 : અહીંના માતૃછાયા કન્યા વિદ્યાલયના '92ના બેચની સહેલીઓએ ગત સપ્તાહે સ્નેહમિલન યોજ્યું હતું, જે પ્રસંગે ડાયાલિસીસ માટે 7 હજારનું દાન લાયન્સ હોસ્પિટલ ભુજના સંચાલક ટ્રસ્ટી ભરતભાઈ મહેતાને અપાયું હતું. માતૃછાયા કન્યા વિદ્યાલય રિયુનિયન '92 બેચની સહેલીઓએ વેકેશન નિમિત્તે એકત્ર થઈ ખાવા-પીવા, ડાન્સ, જ્ઞાનની સાથે સામાજિક કાર્ય કર્યું હતું. આ સેવાકાર્યને સફળ બનાવવા હેતલ અનમ, દીપા શાહ અને પંક્તિ રાણાએ સહયોગ આપ્યો હતો. દરેક સહેલીઓએ દર વર્ષે આ જ રીતે સમાજ ઉપયોગી કાર્ય કરવાનું નક્કી કર્યું હતું. લાયન્સ હોસ્પિટલમાં વ્યોમા મહેતા દ્વારા ડાયાલિસીસના દર્દીઓને કેમ સારવાર અપાય છે તેની પૂરી માહિતી અપાઈ હતી.   

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer