`તેરા ઇન્તજાર'' ફિલ્મના અંતિમ તબક્કા માટે અરબાઝ ખાન આજથી કચ્છમાં
`તેરા ઇન્તજાર'' ફિલ્મના અંતિમ તબક્કા માટે અરબાઝ ખાન આજથી કચ્છમાં ભુજ, તા. 20 : ગુજરાતી નિર્માતા અમન અને બીજલ મહેતા દ્વારા બની રહેલી હિન્દી ફિલ્મ `તેરા ઇન્તજાર'ના અંતિમ તબક્કાના શૂટિંગમાં ફિલ્મ અભિનેતા અરબાઝ ખાન આવતીકાલે કચ્છ આવી પહોંચશે જ્યારે અભિનેત્રી સની લિયોની પરમ દિવસે આવે તેવું જાણવા મળ્યું છે. ગાંધીધામના બાગેશ્રી ડેવલોપર્સના અમન અને બીજલ મહેતા નિર્મિત તેરા ઇન્તજારનું મોરેશિયસમાં  શૂટિંગ પતાવી અંતિમ તબક્કાના શૂટિંગ માટે આયોજન મુજબ કચ્છમાં વિવિધ સ્થળોએ મહત્ત્વના દૃશ્યો ઝડપાશે જેમાં ગાંધીધામની રેડિશન હોટેલ, સફેદ રણ, હોલિડે રિસોર્ટ સહિતનો સમાવેશ થાય છે, એવું ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડયુસર હનીફ નોઇડાએ જણાવ્યું હતું.  હનીફભાઇ પણ આ ફિલ્મમાં સની લિયોનીના બનેવીનો મહત્ત્વનો રોલ ભજવી રહ્યા છે. ઉલ્લેખનીય?છે કે, બોલીવૂડના દબંગ સ્ટાર સલમાનના મોટા ભાઇ અરબાઝ ઘણા સમય પછી ફિલ્મોમાં નજરે પડશે, તો સની લિયોની પણ બોલીવૂડમાં જાણીતી વ્યક્તિઓમાં સમાવિષ્ટ છે. આ શૂટિંગ યુનિટ તા. 28મી એપ્રિલ સુધી કચ્છના વિવિધ દૃશ્યો કચકડે કંડારશે.