કચ્છી લેવા પટેલ કન્યા શાળાની બે છાત્રા અંડર 16 કબડ્ડીમાં ગુજરાત ટીમમાં રમી

કચ્છી લેવા પટેલ કન્યા શાળાની બે છાત્રા  અંડર 16 કબડ્ડીમાં ગુજરાત ટીમમાં રમી
ભુજ, તા. 20 : કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની બે છાત્રા અંકિતા રામજીભાઇ કેરાઇ અને જાગૃતિ દેવજીભાઇ રાબડિયા અંડર 16 કબડ્ડીમાં ગુજરાતની ટીમનો હિસ્સો બની છે. સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અંડર 16 એસોસિયેશન કબડ્ડીના નેશનલ કેમ્પમાં કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની ત્રણ વિદ્યાર્થિની અંકિતા (રામપર), જાગૃતિ (માંડવી) અને ભંડેરી ક્રિષ્ના મેઘજીભાઇ (માંડવી)એ સુરત મુકામે તા 26-3થી 9-4 સુધી ભાગ લીધો હતો. જે પૈકી અંકિતા અને જાગૃતિની ગુજરાતની ટીમમાં પસંદગી થતાં બંનેએ તામિલનાડુના કોઇમ્બર ખાતે યોજાયેલી ટૂર્નામેન્ટમાં તેલંગાણા, ઉત્તરપ્રદેશ અને હિમાચલપ્રદેશ સામે પોતાનું કૌવત બતાવ્યું હતું. કોચ અમૃતાબેન ગામિતે માર્ગદર્શન પૂરું પાડયું હતું. કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ અરજણભાઇ પિંડોરિયા, મંત્રી હરજી માધાપરિયા, સમાજના પ્રમુખ હરિભાઇ હાલાઇ અને મંત્રી રામજી સેંઘાણી તથા સમાજના ત્રણે પાંખના હોદ્દેદારોએ છાત્રાઓની સિદ્ધિને બિરદાવી હતી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer