ધર્મ સારા માર્ગ પર ચાલતાં શીખવે છે
ધર્મ સારા માર્ગ પર ચાલતાં શીખવે છે પાલારા (તા. ભુજ), તા. 20 : ધર્મ વ્યક્તિને સાચા અને સારા માર્ગ પર ચાલતાં શીખવાડે છે તેથી જ સત્સંગના કાર્યો કદી વ્યર્થ જતા નથી તેવું ભુજની ભાગોળે ખાવડા માર્ગે આવેલા પાલારા સ્થિત રામેશ્વર મહાદેવ ખાતે મંદિર વિકાસ એવમ્ સર્વ પિતૃ મોક્ષાર્થે આયોજિત સમૂહ પોથી ભાગવત સપ્તાહના પ્રારંભે કથાકાર કશ્યપભાઇ શાત્રીએ જણાવ્યું હતું. પ્રારંભે મુખ્ય યજમાન સ્વ. સુદેબેન દેવરાજ હીરા ગાગલ પરિવારના વેજીબેન કરશન ગાગલ દંપતીના હસ્તે શિવપૂજન અને સ્થાપિત દેવોના પૂજન-અર્ચનવિધિ બાદ પાલારાના ભાનાર ભિટ્ટ સ્થિત મતિયાદેવ અને પાતાળેશ્વર હનુમાનજી મંદિરે પોથી પૂજન બાદ વાજતે ગાજતે કળશધારી કુમારિકાઓ, ઢોલ-શરણાઇની સુરાવલી સંગાથે પોથીયાત્રા કથા મંડપમાં આવી હતી. આ અવસરે કદાચ ગુજરાતમાં પ્રથમ ઘટના ઘટી હશે કે કથાકારને ઇ-રિક્ષામાં બેસાડીને નીકળેલી શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી.  મંગલાચરણે મુખ્ય યજમાન મેઘીબેન પાંચાભાઇ, સામજીભાઇ, કાનાભાઇ, રૂપાભાઇ ચાડ (પ્રમુખ-આહીર સમાજ, અધ્યક્ષ-રુદ્રાણી જાગીર), પૂ. શાત્રીજી, પાલારા મંદિરના પૂજારી બુદ્ધગિરિજી, મતિયાદેવ મંદિરના સેવક આત્મારામભાઇ, રાજગોર સમાજના પ્રમુખ તનસુખભાઇ?જોશી, વાલાભાઇ આહીર (ઝીંકડી ગ્રા. સરપંચ), પાલારા વિકાસ સમિતિના મહેશ બાવા, કથા સંયોજક અરવિંદ ગોર સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટય કરાયા બાદ સૌનું સ્મૃતિચિહ્ન, શાલ અને પુષ્પહારથી જગદીશ?માકાણી, માવજીભાઇ આહીર, જયેશ?જોશી, પ્રફુલ્લ જોશી, પ્રભુ મારાજ, કિશોર બાપુ, મનસુખ કેશવાણી, નવીન કેશવાણી, જગદીશ તોલાટ?વિ.ના હસ્તે સન્માનિત કરાયા હતા. પ્રથમ દિવસે ભાગવતજીનું મહાત્મય સહિતના દ્રષ્ટાંતો સાથે રસપાન કરાયું હતું. કથા શ્રવણના પ્રથમ દિને વી. પી. સોની, સામજીભાઇ?બત્તા (પ્રમુખ-ઝીંકડી આહીર સમાજ), મહેશ?અજાણી, ભૂપેશ માકાણી, જ્યોત્સનાબેન વ્યાસ, વર્ષાબેન મોતા, વિમળાબેન બોડા, ફુલેશભાઇ માહેશ્વરી (પ્રમુખ-જથ્થાબંધ?બજાર ગૌ સેવા સમિતિ) સહિતના ધાર્મિક-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘોષણા વસંત અજાણીએ કરી હતી. ભાવેશ?શાત્રી (ઝરપરા) મુખ્ય આચાર્યપદે છે. કથામાં 18 પોથી યજમાનો સહભાગી બન્યા છે.