કચ્છના દર્દીઓને અમદાવાદમાં સારવાર અપાવવાના પ્રયાસો

કચ્છના દર્દીઓને અમદાવાદમાં  સારવાર  અપાવવાના પ્રયાસો
ભુજ, તા. 20 : અહીંના લાયન્સ કલબ ઓફ ભુજ દ્વારા જે કોઈ દર્દી અમદાવાદ કે અન્યત્ર સારવાર લેવા ઈચ્છતા હોય તેવા દર્દીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે કલબ દ્વાર ખાસ મદદ કરવા માટે મેડિકલ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે અને મનસુખભાઈ શાહ કલબની ઓફિસે માર્ગદર્શન લેવા આવતા દર્દીઓને મદદરૂપ થાય છે. આવા જ એક દર્દી કિરણભાઈ નટવરલાલ જોશી પોતાનું 12 વર્ષનું દર્દ લઈને લાયન્સ કલબની ઓફિસે આવે છે અને મનસુખ શાહને પોતાની મુશ્કેલીઓ જણાવતાં કિરણભાઈને પેનક્રિયાસની નળીમાં પથરી થઈ હતી જે 4.5 એમ.એમ.ની હતી, તેને કારણે આંતરડામાં આવતા ખોરાકને પચાવવા માટે પાચક રસની જરૂરત હોય છે તે આ નળીમાં પથરી હોતાં પહોંચી શકતો નહતો તથી રસી વગેરેની તકલીફ અને દુ:ખાવો રહેતો હતો. કલબના મેડિકલ ચેરમેને સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરી ડો. પ્રા. પ્રાર્થ દલાલ કે જેઓ સર્જન છે તેમની સાથે ચર્ચા કરી દર્દીને માર્ગદર્શન આપી અમદાવાદ મૂકયા ત્યારે ત્યાં દર્દીનું પેનક્રિયાસની નળીમાંથી પથરી કાઢી અને ઓપરેશન કરવામાં આવ્યું. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં ત્રણથી ચાર લાખના ખર્ચનો અંદાજ આપવામાં આવે છે ત્યારે આ ઓપરેશન મફત થયું હતું.  લાયન્સ પ્રમુખ આશિષ તન્ના, મંત્રી ડો. મિલિન્દ જોશી, સભ્યો અભય શાહ, નવીન મહેતા તથા કૌશિક કોઠારી સાથે મેડિકલ ચેરપર્સને આભાર માન્યો હતો. કલબ દ્વારા અનેક માર્ગદર્શન મેળવવા ઈચ્છતા લોકોને માર્ગદર્શન આપી, હોસ્પિટલ તથા ડોકટરોને ભલામણ કરી કામગીરી કરવામાં આવી રહી હોવાનું એક યાદીમાં જણાવાયું હતું.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer