મુંદરા તાલુકામાં નીરણ કેન્દ્ર શરૂ કરવા કાલે બેઠક
ભુજ, તા. 20 : તા. 22/4 શનિવારે બપોરે 11.30 વાગ્યે મુંદરા તાલુકાના સૂકા અછતગ્રસ્ત, મહાજનવિહોણા, દાતાવિહોણા, ગામોમાં પશુઓ માટે નીરણ કેન્દ્ર ખોલવા અંગેની યોજનાની બેઠકનું આયોજન નાયબ કલેકટરની કચેરી, મુંદરામાં કરાયું છે. ધારાસભ્ય તારાચંદભાઇ છેડાના પ્રમુખ સ્થાને  યોજાનારી બેઠક અંગે નાયબ કલેકટર શ્રી દેસાઇના જણાવ્યાનુસાર આ બેઠકમાં મુંદરા તાલુકામાં જે ઉદ્યોગો કાર્યરત છે તે ઉદ્યોગગૃહના પ્રતિનિધિઓને બોલાવી અને એમની સાથે એમની જે સામાજિક દાયિત્વની જવાબદારી છે તેના અનુસંધાનમાં દરેક ઉદ્યોગગૃહો ઉનાળામાં છેલ્લા2 મહિના જો   ઘાસની વ્યવસ્થા સંભાળી લે તો ઉનાળામાં પશુપાલકોને ખૂબ  મોટી રાહત થાય અને છેલ્લા ઘણા વર્ષોથી અનેક ઉદ્યોગગૃહો આવી જવાબદારી સંભાળી લેતા હોય છે, તો આ વરસે પણ તેઓ આવી જવાબદારી સંભાળી લેશે તેવી આશા વ્યક્ત કરી હતી.