ચારણ સમાજના 100થી વધુ યુગલો લગ્નના બંધને બંધાશે

ચારણ સમાજના 100થી વધુ યુગલો લગ્નના બંધને બંધાશે
કાઠડા (તા. માંડવી), તા. 20 : સમય, સંપત્તિ, શક્તિનો બચાવ અને સંગઠન મજબૂત બને એવા સામાજિક ધ્યેય સાથે આઇ દેવલમાએ સમૂહલગ્ન માટે જોડાવાના કરેલા પ્રયાસોનું બીજ હવે અંકુરિત થવા માંડયું હોય તેમ ચાલુ વર્ષે કચ્છમાં 100થી પણ વધારે ચારણ નવદંપતીઓ અક્ષયતૃતીયાના દિને સમાજની સાક્ષીએ પ્રભુતામાં પગલાં માંડશે. અખિલ કચ્છ ચારણ સમાજના નેજા હેઠળ આયોજિત આ 23મા સમૂહ લગ્નોત્સવમાં માંડવી ખાતે 47, ભાડિયામાં 32, પાંચોટિયા 4, કાઠડા 4, આદિપુર તથા અન્ય ચારણ સમાજની વસ્તી ધરાવતા ગામડાઓમાં યોજાશે જે નિમિત્તે માંડવી ખાતે 47 જોડલાં જોડાશે જેની બેઠક લક્ષ્મણ રાગ નવી ચારણ બોર્ડિંગ ખાતે અખિલ કચ્છ ચા. સમાજ પ્રમુખ વિજયભાઇ ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. તેઓએ જણાવ્યું હતું કે, પ્રથમ વખત 47 નવદંપતીઓ સમાજની સાક્ષીએ લગ્નના બંધને બંધાશે જે ઐતિહાસિક અવસર બની જશે અને વધુમાં વધુ લોકો કેન્દ્ર સ્થાને જોડાય તેવું કહ્યું હતું તથા સમાજમાં અમુક જૂના રીત-રિવાજ હજી પણ ચાલી રહ્યા છે જે બંધ?કરી અને સમાજ સંગઠિત થાય તે માટે દરેક લોકો પ્રયાસો કરે તેવું આહવાન કર્યું હતું. નવદંપતીઓને દાતાઓ તરફથી ઘરવખરીની વસ્તુઓ તથા એફ.ડી. બોન્ડ પણ અપાશે તેવી જાહેરાત કરાઇ હતી. અગ્રણી ભીમશી બાપા, ઉપપ્રમુખ દેવરાજભાઇ ગઢવી, સોનલ બીજ ઉત્સવ સમિતિ પ્રમુખ?કાનજીભાઇ ગઢવી, વીરેન્દ્રભાઇ કાનાણી, સમૂહ લગ્નોત્સવ મંડળના પ્રમુખ ભચુભાઇ?લધાભાઇ વગેરે અગ્રણીઓએ વ્યવસ્થા માટે માર્ગદર્શન આપ્યું હતું. સમૂહ લગ્નોત્સવ માટે દરેક કન્યાઓને સોનાની વીંટી પ્રભુભાઇ રામભાઇ?ગઢવી, માંડવી ખાતે દરેક કન્યાઓને સ્ટીલનો કબાટ ખેતશી દેવરાજ મંધુડા (મુંબઇ), સોનાનો દાણો ધનરાજ કરમણ?ગઢવી?(ભાડા), દરેક કન્યાઓને ચાંદીના સિક્કા મોહનભાઇ કાકુભાઇ વિધાણી (ભાડા) તથા રૂા. 25000 ઇશ્વર અરજણ ગઢવી, રૂા. 15000 અરજણ નારાણ ભાન તરફથી માંડવી ખાતે સમૂહલગ્ન માટે રોકડ પુરસ્કારની જાહેરાત થઇ હતી. મહાપ્રસાદના દાતા સામરા રણમલ ગઢવી રહેશે. સંચાલન નાગાજણ ગઢવી અને આભારદર્શન ભીમશી બાપાએ કર્યું હતું.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer