અબડા અડભંગનો પરંપરાગત મેળો ભરાયો : બે દિવસીય વિવિધ?ધાર્મિક કાર્યક્રમો યોજાયા

નલિયા, તા. 15 :સિંધની સુમરીઓનું શિયળ બચાવવા પોતાની જાન ન્યોચ્છાવર કરનાર જખરાજી ઉર્ફે અબડા અડભંગનો મેળો રામપર (અબડા) પાસે આવેલા તેમના મુખ્ય સ્થાનક ખાતે યોજાયો હતો. આ નિમિત્તે બે દિવસીય વિવિધ?ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આગલી રાત્રે દેવરાજ ગઢવી વગેરે કલાકારોની યોજાયેલી સંતવાણીની રસલ્હાણ મોડે સુધી ભાવિકોએ માણી હતી. 2.64 લાખની ઘોર થઇ હતી જે સ્થાનિકના વિકાસ માટે વાપરવાની જાહેરાત કરાઇ હતી.  જશપાલસિંહ હકુમતસિંહ અને અબડા અડભંગના વારસદારોના હસ્તે વીરપૂજા, શત્રપૂજા ઉપરાંત મોડ જાડેજા ભાયાત દ્વારા ધજારોપણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.  આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં વક્તાઓએ જામ અબડાને બલિદાન મૂર્તિ, ટેકધારી, શરણાગત રક્ષક તરીકે ગણાવી તેમના બલિદાનને યાદ કર્યા હતા. કાનજીભાઇ ગઢવીએ જામ અબડાની ઇતિહાસ ગાથા વર્ણવી નિજ મંદિરનું નવનિર્માણ કરવાનું સૂચન કર્યું હતું. જિ.પં.ના સદસ્ય સૈયદ તકીશા બાવાએ જામ અબડા સ્થાનકના વિકાસમાં યોગદાન આપનારા સ્વ. જુવાનસિંહ જાડેજાને યાદ કર્યા હતા. અખિલ કચ્છ સુમરા સમાજના પ્રમુખ અલાના ભુંગર સુમરાએ જામ અબડા અને સુમરી દાદીની ગાથા અમર છે તેવું જણાવી આયોજકોને ધન્યવાદ આપ્યા હતા.  પરેશસિંહ જાડેજાએ અબડા અડભંગના મંદિરનું નવનિર્માણ કરવાનો સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો. જિ.પં. નલિયાના સદસ્ય કિશોરસિંહ જાડેજાએ અબડા અડભંગનું સ્થાનક ગૌરવ લઇ?શકાય તેવું છે તેવું જણાવી અબડા અડભંગની શૂરવીરતાને બિરદાવી હતી. વિરાણી મોટીના પ્રદ્યુમનસિંહ જાડેજાએ ક્ષત્રિય સમાજને એક થવાની સાથે કોમી એકતા જાળવવા અનુરોધ કર્યો હતો.  જિ.પં.ના પૂર્વ સદસ્ય અનિરુદ્ધસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. અબડા અડભંગના વંશજ એવા રતનજી અબડાએ અબડા અડભંગની શૂરવીરતાની ગાથા વર્ણવતી કચ્છી સંગર રજૂ કરી હતી. નલિયા ત્રિભેટે આવેલા જામ અબડા અડભંગના ગૌણ સ્મારક ખાતે પણ પૂજન, હારારોપણ કરાયું હતું.  આ પ્રસંગે જામ અબડા અડભંગના વંશજ બુઝુર્ગ એવા નવઘણસિંહ, પ્રાગજી, ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ઇન્દ્રજિતસિંહ જાડેજા, શંભુભાઇ ભાનુશાલી, રણજિતસિંહ જામ-રાજકોટ, મહેશ?ભાનુશાલી, તા.પં. સદસ્યો હકુમતસિંહ જે. જાડેજા, જયદીપસિંહ, ભરતસિંહ જાડેજા-નલિયા, પરેશ ભાનુશાલી, હકુમતસિંહ એચ. જાડેજા, ભરતભાઈ ભાનુશાલી, શંભુભાઇ, લખુભા જાડેજા?(ધમડકા), રામપર (અબડા)ના સરપંચ જુવાનસિંહ જાડેજા, તનેસિંહ ભાટી, ઉપરાંત જખૌ પી.એસ.આઇ. એન. એચ. જાડેજાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમનું સંચાલન જેમલસિંહ જાડેજા અને આભારવિધિ ઇન્દ્રજિતસિંહ જાડેજાએ કરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer