માંડવીની હાઇસ્કૂલ વર્ષોથી અન્યત્ર બદલી ગઇ છતાં હોલ ટિકિટમાં છબરડો

માંડવી, તા. 20 : અહીંની રામકૃષ્ણ હાઇસ્કૂલનું સ્થળ ભલે દોઢ-બે દાયકાથી બદલી ગયું હોય પરંતુ ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના દફતરે હજુ પણ ગાયત્રી મંદિર પાસે જ છે !  તાજેતરમાં ધો. 12ની પરીક્ષા આપતી છાત્રાઓને પ્રવેશપત્ર હોલ ટિકિટમાં જૂનું સ્થળ દર્શાવ્યું છે. આ સંજોગોમાં વાલીઓનું કહેવું છે કે માંડવીથી કોઇ અપરિચિત વિદ્યાર્થી, વાલીઓ હોલ ટિકિટમાં દર્શાવેલા સ્થળને શોધતા જ રહી જાય અને મોડું થઇ જાય તો જવાબદારી કોની ?  હોલ ટિકિટમાં દર્શાવેલું સ્થળ ગાયત્રી મંદિર શહેરની પશ્ચિમે આવેલું છે. જ્યારે વાસ્તવમાં રામકૃષ્ણ હાઇસ્કૂલ માંડવી શહેની પૂર્વ દિશામાં કાર્યરત છે બોલો ? 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer