ભુજ કુંભાર અખાડાની ગટરથી ત્રસ્ત બહેનોનો નવતર વિરોધ

ભુજ, તા. 20 : શહેરના વોર્ડ નં. 1માં પોલીસ-સી લાઇનની નજીક આવેલા કુંભાર અખાડા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ગટર ઊભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે.    આ બાબતે આજે ઉપરોકત વિસ્તારની મહિલાઓ ભુજ સુધરાઇ ખાતે રજૂઆત અર્થે પહોંચી હતી. જો કે, મુખ્ય અધિકારી હાજર ન હોવાથી ફરિયાદી મોરચાએ તેમની ચેમ્બર પાસે જ બેઠક જમાવી નવતર વિરોધ કર્યો હતો.  જો કે, રાહ જોયા બાદ પ્રમુખ અશોક હાથી આવતાં મહિલાઓએ તેમના સમક્ષ રજૂઆત કરી હતી અને આ વિસ્તાર બીમારીમાં પટકાય તે પહેલાં પ્રશ્ન હલ કરવા માંગ કરી હતી. દરમ્યાન અશોકભાઇએ ત્વરિત જ ગટર શાખાના ઇન્જિનીયર ધર્મેન્દ્રાસિંહ વાઘેલાને સ્થળ પર તપાસની સૂચના આપી પ્રશ્ન હલ કરવા જણાવ્યું હતું. રજૂઆત સમયે કાસમ કુંભાર, માલશી માતંગ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer