મુખ્યમંત્રી યોગીની શપથવિધિમાં અંજારના યુવાનને ખાસ નિમંત્રણ
ભુજ, તા. 20 : ઉત્તરપદેશના નવનિયુક્ત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથગ્રહણ સમારંભમાં ઉપસ્થિત વડાપ્રધાન સહિતના પાંચ ગુજરાતીઓ પૈકી અંજારના યુવાનનો પણ સમાવેશ થતો હતો.  શપથગ્રહણ સમારંભમાં વડાપ્રધાન શ્રી મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને અંજારના પાર્થ દવેનો સમાવેશ થતો હતો.  પાર્થ દવે 2014ની લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્રભાઇ મોદીની પ્રચાર વ્યવસ્થાપન ટીમમાં પર     સામેલ હતા. છેલ્લા ચાર   માસથી વારાણસીને હેડ કવાર્ટર બનાવીને ત્યાં રહ્યા હતા. લોકસભાની 14 બેઠકનું કમ્પેઇન મેનેજમેન્ટનું કામ સંભાળ્યું હતું. જેમાં યોગી આદિત્યનાથની ગોરખપુર બેઠક પણ સામેલ હતી.