ભુજમાં સંસ્કારનગર- દલિતવાસમાં એક કરોડના ખર્ચે થનારા સી.સી.રોડનું ખાતમુહૂર્ત
ભુજ, તા.20 : નગર પાલિકા દ્વારા સરકારની જનભાગીદારી તેમજ યુ.ડી.પી.- 88ની ગ્રાન્ટ તળે એક કરોડના ખર્ચે બનનારા સી.સી. રોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું.  શહેરના સંસ્કારનગર વિસ્તારમાં 80 લાખના ખર્ચે બનનારા સી.સી. રોડના કામોનું તથા તથા જૂની રાવલવાડી, ગાયત્રી ચોક પાસે દલિતવાસમાં 30 લાખના ખર્ચે સી.સી.રોડના કામનું ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય, સુધરાઈ પ્રમુખ અશોકભાઈ હાથીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.  આ પ્રસંગે નગરપાલિકાના ઉ.પ્ર. સુશીલાબેન આચાર્ય, કારોબારી સમિતિના ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, ચીફ ઓફિસર, ગોવિંદભાઈ ચાંડપ્પા, શાસકપક્ષના નેતા ડો.રામભાઈ ગઢવી, સદસ્ય મહિદીપસિંહ જાડેજા, ભરતભાઈ રાણા, ભાજપના સદસ્યો જયદીપસિંહ જાડેજા, ભાવેશ ઠક્કર, ઘનશ્યામ સી. ઠક્કર, ભૌમિક વચ્છરાજાની, સંસ્કારનગર પ્રગતિ મંડળના રામદેવસિંહ જાડેજા, કૃષ્ણકાંતભાઈ ભાટીઆ, રામકૃષ્ણ યુવક મંડળના કેશવજીભાઈ ગોર, ગૌરાંગભાઈ રાણા, સહેલી ગ્રુપના રચનાબેન શાહ, દલિતવાસમાં સંદીપ આહીર, પ્રકાશ મહેશ્વરી, ગોપાલ ખાખલા વિ. ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા ઈજનેર હરદેવસિંહ રાણા, ભરત પીપરાણી, નિપુન ઠક્કર તેમજ કુનાલ ભીંડે દ્વારા કરાઈ હતી.