આદિપુરના બે શખ્સે લેભાગુ યોજના ઘડી 3.50 લાખ ઠગ્યા
ગાંધીધામ, તા. 11 : આદિપુરમાં ગજાનંદ એન્ટરપ્રાઇઝ નામની યોજના ચલાવતા બે સંચાલકોએ સાત સભ્યોના રૂા. 3,50,000 કે બાઇક ન આપતાં આ બંને વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે જણાવ્યું હતું કે, આદિપુરમાં રહેતા દિનેશ પુરુષોત્તમ નાઇ અને દીપક પ્રતાપરાય ભટ્ટે ગજાનંદ એન્ટરપ્રાઇઝ નામની યોજના બહાર પાડી હતી જે અંતર્ગત એક સભ્યએ 40 મહિના માટે રૂા. 1250 એટલે કુલ્લ રૂા. 50,000 ભરવાના હતા અને યોજના પૂર્ણ થાય ત્યાં સુધી જો કોઇ સભ્યને ઇનામ ન લાગે તો રોકડા રૂા. 50,000 આપવાના હતા. સંઘડમાં રહેતા કરશન કમા રાઠોડ અને અન્ય છ એમ કુલ્લ સાત સભ્યોએ નિયમિત હપ્તાનું ચૂકવણં કર્યું હોવા છતાં આ સાત સભ્યોને પરત રૂા. 3,50,000 કે બાઇક ન આપી આ બંને આયોજકોએ વિશ્વાસઘાત કર્યો હતો. જૂન 2015થી આજ સુધી બનેલા આ બનાવ અંગે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.