કંડલાથી મુંબઇ-દિલ્હી હવાઇસેવા શરૂ કરવા દિલ્હીમાં રજૂઆત
કંડલાથી મુંબઇ-દિલ્હી હવાઇસેવા  શરૂ કરવા દિલ્હીમાં રજૂઆત ભુજ, તા. 11 : લાંબા સમયથી જેની માગણી કરવામાં આવે છે, કંડલા-ગાંધીધામથી મુંબઈ અને દિલ્હીની હવાઈસેવા શરૂ કરવાની કેન્દ્ર સરકારમાં ફોકિયાના પ્રતિનિધિમંડળ દ્વારા રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. ફોકિયાના મિલિંદ હાર્દિકારના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે મંગળવારે નવી દિલ્હી ખાતે નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જયંત સિન્હાને મળીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં રજૂઆત કરી હતી કે કંડલા અથવા ગાંધીધામથી મુંબઈ અને દિલ્હી માટે એર ઈન્ડિયા દ્વારા નિયમિત એટીઆર ફ્લાઈટ શરૂ કરવામાં આવે. ફોકિયાની યાદી મુજબ, મંત્રી શ્રી સિન્હા દ્વારા આ સૂચનને આ વિસ્તારના ઔદ્યોગિક વિકાસને અનુલક્ષીને મહત્ત્વનું ગણાવાયું હતું અને ઈમારત-માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં સરકારના સહકારની ખાતરી આપી હતી. ફોકિયાના પ્રતિનિધિમંડળે મુસાફરોની વ્યાપક સંભાવના, કંડલાનો રન-વે, ઉપલબ્ધ માળખા વિશેની રજૂઆત કરી હતી.