દેવમંદિર અને સંપ્રદાય માટે કરાયેલો નાણાંનો ઉપયોગ હંમેશાં સાર્થક બની રહે
દેવમંદિર અને સંપ્રદાય માટે કરાયેલો નાણાંનો ઉપયોગ હંમેશાં સાર્થક બની રહે કોડાય (તા. માંડવી), તા. 11 : કોડાયપુલ સ્વામિ. ગુરુકુળનાં ભુજ મંદિરમાં વિલીનીકરણ થયા બાદ પ્રથમ વખત આયોજિત મહોત્સવ વેળાએ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજનું આગમન થયું હતું. વહેલી સવારે અન્નકૂટ દર્શન અને ઠાકોરજીનો અભિષેક કરવામાં આવ્યો હતો.  અન્નકૂટના ચડાવાનો લાભ અ.નિ. રામબાઇ પ્રેમજી રાજાણીની  સ્મૃતિમાં પુત્રો રૂડાભાઇ પ્રેમજી, પરબત પ્રેમજી, વાલજી પ્રેમજીએ લીધો હતો. સહયજમાન તરીકે કાનબાઇ મેઘજી નારાણ પિંડોરિયા હ. વીરજીભાઇ, માવજીભાઇએ લાભ લીધો હતો. આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજે કહ્યું હતું કે, દેવ મંદિર અને સંપ્રદાય માટે દાતા શ્રેષ્ઠીઓ નાણાંનો સદ્ઉપયોગ કરે તો જ નાણાં સાર્થક ઠરે છે.  ભુજ મંદિરના મહંત સ્વામી ધર્મનંદનદાસજીએ  શિક્ષણક્ષેત્રે નવા સોપાનો સર થાય તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. પાર્ષદ જાદવજી ભગતે ભગવાનનું સ્મરણ અવિરત કરવા અને ધર્મમય જીવન જીવવા શીખ આપી હતી. કથાનું વાંચન વકતા શા. સ્વામી નારાયણમુનિદાસજી અને શા. સ્વામી કૃષ્ણવલ્લભદાજીએ કર્યું હતું. ગુરુકુળના વિદ્યાર્થીઓ ગોરસિયા સુરેશ, ગઢવી શ્યામ, વેકરિયા હિરેન, છભાડિયા મનસુખે યોગના આસનો કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. સંગીતકાર શ્રીનંદ સ્વામીએ કથા દરમ્યાન સંગીતના સૂર પૂરાવ્યા હતા. આચાર્ય મહારાજના હસ્તે નારાણ કેરાઇ, રામજી વેકરિયા, મૂરજી શિયાણી, માવજી પિંડોરિયા, કાંતિ છભાડિયા (મસ્કત), કાનજી રાબડિયા (રાજકુમાર), દેવજી છભાડિયા, અરજણ હાલાઇ, દિગ્વિજયસિંહ ઝાલા (સરંપચ, ટુંડા), કીર્તિભાઇ ગોર (સરચંપ, મસ્કા)નું સન્માન કરાયું હતું. ગુરુકુળના સંચાલક કૃષ્ણજીવનદાસજીના માર્ગદર્શન હેઠળ હીરજી પૂજાણી (જખણિયા), રવજી ભગત (જખણિયા), વાલજી રાજાણી, નારાણ છભાડિયા, વાલજી હાલાઇ, વિશ્રામ કેરાઇ, વાલજી છભાડિયા, નીલેશ હાલાઇ, જિનેશ છેડા સહિતે જહેમત ઉઠાવી હતી. સંચાલન ઉત્તમચરણદાસજીએ કર્યું હતું.