ઓધવરામજીના આદર્શો માનવ જીવન માટે મુક્તિનો શ્રેઁષ્ઠ ઉપાય

ઓધવરામજીના આદર્શો માનવ જીવન માટે મુક્તિનો શ્રેઁષ્ઠ ઉપાય
મોટીવિરાણી, તા. 11 : વાંઢાય તીર્થધામમાં ઇશ્વર સંસ્થાનમાં ઓધવરામનો 60મા લીલા સમાપન મહોત્સવની  સાધુ-સંતો ભાવિકભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં બે દિવસીય ધાર્મિક કાર્યક્રમો ભજન  સત્સંગ સંધ્યાપાઠ સમાધિપૂજન , મહાઆરતી, મહાપ્રસાદ સહિતથી ભકિતભાવ પૂર્વક ઉજવણી કરાઇ હતી. પ્રથમ દિવસની રાત્રિએ કાનાભાઇ આહીર (રતનાલ), જીલુભા જાડેજા (મકડા), મહોબતસિંહ સોઢા, રાજુભાઇ રામાણી સહિતના ભાવિક ભજનિકોની સંતવાણી યોજાઇ હતી. મોટી સંખ્યામાં ભજનાનંદી શ્રોતાઓએ સંતવાણી માણી હતી. બીજા દિવસે સવારે સમાધિ મંદિરે પૂજન મહાઆરતી સત્સંગ પ્રવચન સહિતના કાર્યક્રમો સાધુ ધરમદાસ, અરવિંદદાસ (ભુજ) સાધ્વી વસુમતી, કસ્તૂરદેવીની ઉપસ્થિતિમાં યોજાયા હતા. સંતોએ ઓધવરામ માનવદેહ રૂપે અવતરી માનવ જીવો માટે ભગવત કાર્યો કરી નિર્વાણપદના ઉદ્ધાર અધિકારી રહ્યા હોવાથી તેમના આદર્શો અનુસરણ માનવજીવન માટે મુક્તિનો શ્રેષ્ઠ ઉપાય વર્ણવ્યો હતો. બપોરે મહાપ્રસાદ યોજાયો હતો. જ્યારે બ્ર.વાલરામજી મહારાજના સમાધિ મંદિરે જીતુભગતના ભજન સત્સંગમાં ગીતાબેન ઠક્કર, (ભુજ) સાધ્વી મયાબા (માનકૂવા) એ ઓધવરામના ભજનના પદો ગાયા હતા. સાંજે સંધ્યાપાઠ યોજાયો હતો. આ પ્રસંગે મહાપ્રસાદના દાતા મનજીભાઇ રણછોડદાસ આઇયા મોટીવિરાણી હસ્તે નવીનભાઇ આઇયા (ભુજ) ઠા. પોપટભાઇ વેલજીભાઇ બારૂ (વિરાણીમોટી) હાલે પનવેલ રહ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ અશોકભાઇ ભાનુશાલી, નવીનભાઇ આઇયા, ભાવિકો મયૂરભાઇ શેઠિયા વીણાબેન આઇયા, પ્રભાબેન ચંદે, ભીમજીભાઇ પટેલ, ચંદુભાઇ કરમશિયાણી સહિત મોટી સંખ્યામાં ભાવિકો ધર્મકાર્યમાં જોડાયા હતા. આનુષંગિક વ્યવસ્થા વાંઢાયના અગ્રણી ડોલુભા સોઢા, સંજય મારાજ, પ્રવીણભાઇ દરજી સહિત ઇશ્વર આશ્રમ સેવા સમિતિના સેવકોએ સંભાળી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer