અંજારની શાળામાં કાર્નિવલ અંતર્ગત છાત્રોના વિવિધ સ્ટોલની જમાવટ
અંજારની શાળામાં કાર્નિવલ અંતર્ગત  છાત્રોના વિવિધ સ્ટોલની જમાવટ અંજાર, તા. 11 : અંજાર એજ્યુકેશન સોસાયટીના શાળા પરિસરમાં સ્કૂલ કાર્નિવલ યોજાયો હતો. કાર્નિવલનું ઉદ્ઘાટન અંજારના પી.એસ.આઇ. કુલદીપસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંતભાઇ પલણ, ઉપપ્રમુખ પ્રતિમાબેન વોરા, મંત્રી કાંતિલાલ ભટ્ટ, ખજાનચી મુકેશ શાહ, ટ્રસ્ટી પ્રફુલ્લભાઇ પંડયા, રમણીકભાઇ ભટ્ટ, હેમંતભાઇ પાંડે ઉપસ્થિત રહ્યા હતા. અંજાર એજ્યુકેશન સોસાયટી કો-ઓર્ડિનેટર ડો. શિલ્પાબેન ભટ્ટ, સંસ્થા સંચાલિત તમામ શાળાઓના આચાર્યો, વિદ્યાર્થીગણ, વાલી મંડળે જહેમત ઉઠાવી હતી. શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા વિવિધ નાસ્તા સ્ટોલ, ગેમ્સ સ્ટોલ, પતંગ-ફિરકીનો સ્ટોલ તેમજ નાના બાળકોના આનંદ, રમૂજ માટે ચગડોળ, ઊંટગાડી અને જમ્પીંગ ગેમની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી. સમગ્ર કાર્નિવલ અને શાળાની વિવિધ પ્રવૃતિઓની દ્રશ્ય-શ્રાવ્ય રજૂઆત પણ વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા થઇ હતી. વિદ્યાર્થીઓ સહિત વાલી મંડળ ઉપસ્થિત રહ્યો હતો.