તમામ જાતના પ્રશ્નોનું સમાધાન ગીતાના શ્લોકોમાં રહેલું છે
તમામ જાતના પ્રશ્નોનું સમાધાન ગીતાના શ્લોકોમાં રહેલું છે અંજાર, તા. 11 : અહીં ગીતા પઢો ગીતા જન જન તક પહોંચાઓ ગીતા વિષય પર `જાઓ' ગીતા અભિયાનના પ્રણેતા ગીતા મનીષી મહામંડલેશ્વર સ્વામી જ્ઞાનાનંદજી મહારાજે આ કળિયુગમાં તમામ જાતના પ્રશ્નોનું સમાધાન ગીતાના શ્લોકોમાં રહેલું છે એમ કહ્યું હતું. દરેક કુટુંબમાં ગીતાના સહારે મનુષ્ય જીવનમાં રોજબરોજના કાર્યોમાં ગીતા જ્ઞાનનો ઉપયોગ કરી સ્વસ્થ અને ધર્મમય જીવન કેમ જીવી શકાય એનું દર્શન મહારાજે કરાવ્યું હતું. આજનો માનવી ભાગદોડભરી જિંદગીમાં અનેક સમસ્યાઓથી વીંટળાયેલો છે. તમામ સમસ્યાઓનો હલ `જાઓ ગીતા'માં રહેલો છે એમ કહ્યું હતું. વક્તાનું સ્વાગત કિશોર ખટાઉ, ગોવિંદભાઇ કોઠારી, વસંતભાઇ કોડરાણી, અનિલભાઇ ઠક્કર, ભરતભાઇ શાહ, અમીત ઠક્કર વગેરેએ કર્યું હતું. કૃષ્ણકૃપા પરિવાર દ્વારા યોજવામાં આવેલા ગીતા સત્સંગમાં કાંતિલાલ મહાત્મા, ડેની શાહ, નીરવભાઇ ભારદિયા, સેમભાઇ દાવડા, બલરામભાઇ, જેરામભાઇ રાવલિયા, દિનેશ રાવલ, રાજેશ પલણ, ચંદ્રકાંત પલણ વગેરે મહાનુભાવો લાભ લીધો હતો. આયોજન  પરિવારના અનિલભાઇ ઠક્કર તથા રાજ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું.