રાજકોટમાં સિંધી સમાજના કાર્યક્રમમાં ગાંધીધામનું પ્રદાન
ગાંધીધામ, તા. 11 : રાજકોટમાં યોજાયેલા સિંધી સરસ્વતી સન્માન સમારંભમાં અત્રેના સિંધી સદાબહાર ચેરિટેબલ ટ્રસ્ટના સિંધુસ્તાન કલ્ચરલ ગ્રુપ દ્વારા નાટક, ગીત, તથા નૃત્ય રજૂ કરાયા હતા. ટ્રસ્ટના ગ્રુપ દ્વારા રજૂ થયેલું નાટક અગાઉ સાત વખત સૌરાષ્ટ્રમાં પ્રસ્તુત થઇ ચૂકયું  છે. નાટકમાં ઓકેશકુમાર ખત્રી, સત્યપ્રકાશ ગોપલાણી, ધરમદાસ ભંભાણી, કરણ ભંભાણી, મન્શા ચેતનાણી, કંચન મેઘાણી, પાયલ મેઘાણી, ભૂમિ નાથાણી, કરિશ્મા તિલોકાણી, દીપિકા તુલસિયાણી, તાન્યા સુખવાણી, કરીના ટેકવાણી, દિવ્ય ચેતનાણી કલાકારો તરીકે રહ્યા હતા. આ પ્રસંગે સ્વામી લીલાશાહ સેવા સમિતિના પ્રમુખ હીરાનંદ કિશનાણી રહ્યા હતા અને ટ્રસ્ટના ટ્રસ્ટી રોશન ગોપલાણી અને ટીમનો આ પ્રદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.