શેત્રુંજ્ય મહાતીર્થે 18મીએ કચ્છી જૈન સંતનો આચાર્ય પદ પ્રદાન મહોત્સવ યોજાશે
ભુજ, તા. 11 : તીર્થરાજ શેત્રુંજ્ય ખાતે શ્રીમદ વિજયકલાપૂર્ણસૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય કચ્છી જૈન સંત વિમલપ્રભવિજયજી મ.સા.નો તા. 18ના બુધવારે ખીમઇબાઇ ધર્મશાળાના પરિસર ખાતે સવારે 8.30 કલાકે આચાર્યપદ પ્રદાન મહોત્સવ યોજાશે. મોટી ચીરઇના અને અંજારને કર્મભૂમિ બનાવનાર ખંડોર રતનબેન કેશવલાલના પનોતા પુત્ર વિનોદભાઇએ સંવત 2037માં અંજાર ખાતે દીક્ષા ગ્રહણ કરી વિમલપ્રભવિજયજી મ.સા. તરીકે ઓળખાયા હતા. તેમણે અનેક ગ્રંથોની રચના કરી છે. તેમને આચાર્યની પદવી એનાયત થવાની હોઇ અંજારમાં ખુશીની લહેર ફેલાઇ હોવાનું નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રના વી. જી. મહેતા અને દિનેશભાઇ શાહે જણાવ્યું હતું.