કચ્છના ઔદિચ્ય બ્રહ્મસમાજના યુવા-યુવતીઓને સામાજિક કાર્યોમાં જાગૃત કરવા સંમેલન યોજાયું
કચ્છના ઔદિચ્ય બ્રહ્મસમાજના યુવા-યુવતીઓને  સામાજિક કાર્યોમાં જાગૃત કરવા સંમેલન યોજાયું ભુજ, તા. 11 : કચ્છ જિલ્લા ઔદિચ્ય બ્રહ્મસમાજ-યુવા સંમેલનનું યુવા પાંખ અને મહિલા પાંખના સંયુક્ત ઉપક્રમે યુવા-યુવતીઓનું સંગઠન મજબૂત બનાવવા તેમજ સામાજિક કાર્યોમાં જાગૃત કરવા આયોજન કરાયું હતું. સમાજપ્રમુખ ભોગીભાઇ વ્યાસ, ઉપપ્રમુખ વસંતભાઇ વ્યાસ, અગ્રણીઓ ચંદ્રકાન્તભાઇ પંડયા, ભૂપતભાઇ રાવલ, પ્રીતમભાઇ પંડયા, ભરતભાઇ દવે, ડેપ્યુટી કલેકટર ડી. સી. જોષી, યુવા પાંખ પ્રમુખ અશોકભાઇ આચાર્ય, મહિલા પાંખ પ્રમુખ ખ્યાતિબેન વ્યાસના હસ્તે કરાયું હતું. અમિષા આચાર્યે પ્રાર્થના તેમજ કાવ્યા જાની, વેદાંત જાની, ધ્વીરા જોષી, દિયા રાવલ, માહી રાવલ, જય વ્યાસ અને ચાહના આચાર્યે વિવિધ ગીતો પર નૃત્યો રજૂ કર્યા હતા. સ્વાગત ગીત સમાજના પાયલબેન રાવલ, મોહિનીબેન વ્યાસ તેમજ સાથી મહિલાઓ દ્વારા રજૂ કરાયું હતું. મહિલા પાંખ પ્રમુખ ખ્યાતિબેનના આવકાર પ્રવચન બાદ મહિલા પીએસઆઇ રાજલક્ષ્મીબેન જોષીએ મહિલા સુરક્ષા બાબતે વક્તવ્ય આપ્યું હતું. મેઘાબેન વિપુલ મહેતાએ યુવાઓને સ્પર્શતી બાબતો પર પ્રકાશ પાડયો હતો. ભુજંગીલાલ કુંવરજી જોષી પરિવાર તરફથી બહાર પડાયેલી તેમજ દુર્ગેશભાઇ શાત્રી, સુખપર પાઠશાળા સંકલિત પુસ્તક ત્રિકાલ સંધ્યોપાસના વિધિ પુસ્તક મહેમાનો, અગ્રણીઓ તેમજ ઉપસ્થિત તમામને ભેટ અપાયું હતું. ત્રિકાલ સંધ્યા વિશે જ્યોતિષાચાર્ય કલ્પેશચંદ્ર જોષીએ માહિતી આપી હતી. નિધિબેન વસંતભાઇ વ્યાસે ત્રી ભ્રૂણહત્યા પર એકપાત્રીય અભિનય તેમજ પ્રબોધભાઇ જોષી તરફથી યુવાનોને ઉપયોગી માર્ગદર્શન અપાયું હતું. રેણુકા અશોક આચાર્ય તરફથી સરપ્રાઇઝ ગેમ તેમજ ઇનામ અપાયાં હતાં. યુવા પાંખ પ્રમુખ અશોકભાઇએ જિલ્લાનું સંગઠન કઇ રીતે મજબૂત બને તેમજ યુવાનો કઇ રીતે સામાજિક કાર્યોમાં પોતાનું યોગદાન આપે તે વિશે સમજ આપી સમાજ માટે પાર્ટી પ્લોટની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. લિટરસી, સોશિયલ અવેરનેસ એન્ડ રિસ્પોન્સિબિલિટી, સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ, કેશલેસ માટે યુવાનોનું યોગદાન, શિક્ષણમાં યુવાઓનો ફાળો તેમજ યુવાઓની પ્રવૃત્તિઓ જેવી અનેક બાબતો પર પ્રકાશ પાડયો હતો.  માધાપર પ્રમુખ મહેશભાઇ વ્યાસ તેમજ ઉપસ્થિત અગ્રણીઓએ આ પ્રયાસને બિરદાવ્યો હતો. સંગીત સંધ્યા યોજાઇ હતી. સંચાલન વિપુલભાઇ મહેતાએ તેમજ આભારવિધિ પ્રબોધભાઇ જોષીએ કર્યા હતા.