રાપર છ કોટિ જૈન સંઘમાં મુમુક્ષુઓનું બહુમાન યોજાશે
રાપર, તા. 11 : સ્થાનકવાસી છ કોટિ જૈન સંઘ ખાતે મુમુક્ષુ તેજસભાઇ વોરા તથા મુમુક્ષુ ખુશાલીબેન મોરબિયાના આશીર્વાદ સમારોહ સાથે બહુમાનનો કાર્યક્રમ તા. 14 અને 15 જાન્યુ.ના યોજાશે. પૂ. શામજી સ્વામી પરિવારના ધૈર્યમુનિ મ.સા., શૌમ્યમુનિ મ.સા., ચૈત્યમુનિ મ.સા. તથા શાસન ચંહિકા પૂ. ઉજ્જવળકુમારીજી મહાસતીજીના સુશિષ્યા વડેરા પુ. મુક્તાજી સ્વામી પ્રવર્તની, પૂ. અનિલાજી સ્વામી આદિ સંતોના આશીર્વાદથી તેમની નિશ્રામાં તા. 14ના સવારે (સાંજી) જાપ તેમજ તા. 15/1ના સવારે મુમુક્ષુઓની શોભાયાત્રા બાદ છ કોટિ જૈન અતિથિગૃહમાં બપોરે 2.30 વાગ્યે સંઘપ્રમુખ નવીનભાઇ મોરબિયાના પ્રમુખ સ્થાને બંને મુમુક્ષુઓના બહુમાનના કાર્યક્રમની સાથે વિવેકીવધૂ મંડળના બહેનો દ્વારા નાટિકા રજૂ કરવામાં આવશે તેમજ મુમુક્ષુ દ્વારા દરેકને વરસીદાન કરવામાં આવશે.