13મીએ ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે સુવર્ણપ્રાશનાં ટીપાં પીવડાવાશે
ભુજ, તા. 11 : સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આગામી 13મીએ પુષ્ય નક્ષત્રના દિવસે 0થી 12 વર્ષના બાળકોને સવારે 9થી 12 સુધી સુવર્ણપ્રાશનાં ટીપાં વિનામૂલ્યે પીવડાવાશે. ચાલુ માસ તથા આગામી દરેક માસમાં આવતા પુષ્ય નક્ષત્રના દિવસે સુવર્ણપ્રાશના ટીપાં પીવડાવાશે તેવું વૈદ્ય પંચકર્મ વર્ગ-1 સરકારી આયુર્વેદિક હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.